અમદાવાદ: કુદરતી આફતથી (Natural Disaster) આ વર્ષે સમગ્ર દેશમાં ખેતી લાયક જમીનમાં સૌથી વધુ નુકસાન ગુજરાતને (Gujarat) થયું છે. કેન્દ્રીય કૃષિમંત્રી (Union Agriculture Minister) નરેન્દ્રસિંહ તોમરે (Narendrasinh Tomar) લોકસભામાં લેખીતમાં સ્વિકાર કર્યો. લોકસભાનાં ચોમાસા સત્રમાં (Monsoon Session) અલગ-અલગ સાંસદોએ કૃષિ મંત્રાલયને દેશમાં પુર અને વાવાઝોડા (Cyclone) સહિતની આફતોથી કૃષિ લાયક જમીનને કેટલું નુકસાન થયું તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જેના ઉત્તરમાં કૃષિ મંત્રાલયે (Ministry of Agriculture) જણાવ્યું કે સૌથી વધુ નુકસાન ગુજરાતની 1.49 લાખ હેક્ટર જમીનને થયું છે. મહત્વનું છે કે આ નુકસાન તૌકતે વાવાઝોડાના (Cyclone Tauktae) કારણે થયું હતું. સરકાર આ આંકડાઓ દર્શાવી રહી છે જ્યારે ગુજરાત ખેડૂત એકતા મંચના (Gujarat Khedut Ekta Manch) પ્રમુખ સાગર રબારી (Sagar Rabari) સરકારના આંકડાઓ અંગે કહી રહ્યા છે કે, રાજ્યમાં માત્ર અમરેલી, ગીર-સોમનાથ અને જુનાગઢમાં જ 3.04 લાખ હેક્ટર જમીનમાં ઉનાળુ પાકને નુકસાન થયું હતું.


આ પણ વાંચો:- ‘ધારાસભ્યના દીકરાને કોઇ ફરિયાદ કરે તો તેને તડીપાર કરવાના? તમે રજવાડું ચલાવો છો?’


આ સિવાય બાગાયતી પાક, ભાવનગરમાં કેરીનો પાક, વડોદરા અને ભરૂચ અને એ સિવાયના અનેક વિસ્તારોમાં નુકસાનના આંકડાઓ રાજ્ય સરકાર રજુ કરી રહી છે. ગુજરાતમાં ખરા અર્થમાં 6 લાખ હેક્ટર કરતા પણ વધારે નુકસાન થયું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube