ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આજે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું હતું કે સપનાના વેપાર કરનારને ગુજરાતમાં સફળતા નહીં મળે. ગુજરાતમાં ફરી ભાજપની સરકાર બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાત ભાજપનો મુખ્યમંત્રીપદના ચહેરાને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. અમિત શાહે જણાવ્યું હતું કે, ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો ભૂપેન્દ્ર પટેલ રહેશે એવો ફરીથી સંકેત આપ્યો છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને નામ લીધા વગર કેન્દ્રીય મંત્રી અમિત શાહે આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ખોટા વાયદાઓ અને સપનાનો વેપાર કરનારાઓને ગુજરાતમાં સફળતાં નહીં મળે. હું ગુજરાતની પ્રજાને જાણું છું. ગુજરાતીઓ સપનાનો વેપાર કરનારાઓને ક્યારેય નહીં સ્વીકારે. 


તો બીજી તરફ કેજરીવાલે કહ્યું કે, ભાજપ પર ભરોસો ન કરો તેઓ માત્ર સપના બતાવે છે. આપ સરકાર જે બોલે છે તે કરે છે. પંજાબ, દિલ્લી બાદ ગુજરાતમાં પણ વીજળી ફ્રી કરીશ. તેના પર ભરોસો કરો.


અમિત શાહે ગુજરાત સરકારના કામની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં ભાજપ બે તૃતીયાંશ બહુમતીથી સરકાર બનાવશે. અમિત શાહે પાર્ટીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે કાયદો વ્યવસ્થા ખૂબ મજબૂત બની છે તેમજ ગુજરાત સરકારે સૌથી વધુ નશાનો કારોબાર ઝડપ્યો છે, જે માટે હું અભિનંદન આપું છું.


અમિત શાહે ઉમેર્યું હતું કે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકે જાહેર થયા ત્યારે તેમની સામે અનેક સવાલ ઊભા કરાયા હતા, પરંતુ તેમણે સાબિત કર્યું છે કે બોલ્યા વગર પણ કામગીરી કરી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube