ઝી ન્યૂઝ/ બ્યુરો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર 11 ડિસેમ્બરે અમદાવાદની મુલાકાતે આવનાર છે. અમદાવાદના સાયન્સ સિટી રોડ ખાતે બ્રિજનું લોકાર્પણ કરશે. જ્યારે અન્ય 8 કામનું ખાતમૂહૂર્ત અને 5 કામનું લોકાર્પણ કરશે. આ સિવાય જાણવા મળી રહ્યું છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ સામેલ થશે. સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આયોજન કર્યું છે જેનું ઉદઘાટન 10મી તારીખે થશે. આગામી 11 તારીખે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સાથે જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ આવશે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને મંદિરમાં તૈયારીઓને આખરી ઓપ આપાઈ રહ્યો છે. હજારોની સંખ્યામાં સ્વંયસેવકો તેમજ હરિભક્તો સેવા આપી રહયા છે.


અમદાવાદના સોલા ખાતે 11,12,13 ડિસેમ્બરે ઉમિયાધામ મંદિરનો શિલાન્યાસ યોજાશે, જેમાં 11 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. વિશ્વ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ મંદિર અમદાવાદના સોલામાં આકાર લઇ રહ્યું છે. ત્રિદિવસીય શિલાન્યાસ મહોત્સવનો શુભારંભ 11મી ડિસેમ્બરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે થશે. 12મી ડિસેમ્બરે ભવ્ય નવચંડી અને 13મી ડિસેમ્બરે  શિલાપૂજન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube