બ્રિજેશ દોશી, અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 20 માર્ચે ગુજરાતના પ્રવાસે આવશે. તે દરમિયાન કલોલ ખાતે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 19 માર્ચના રોજ સાંજે અમદાવાદ આવી પહોંચશે. ત્યારબાદ 20 માર્ચના રોજ અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર તેમના સંસદીય વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના કલોલ ખાતે વિકાસ કામોનું લોકાર્પણ કરવાની સાથે અમિત શાહ જનસભાને સંબોધન પણ કરી શકે છે. આ ઉપરાંત અમદાવાદની SGVP ની મુલાકાત લેશે. તેમજ અમદાવાદમાં કોર્પોરેશનનો કોઈ કાર્યક્રમ પણ ગોઠવાઈ શકે છે.


અમિત શાહના મત વિસ્તારમાં વિવિધ વિકાસ કામોનું ખાતમૃહર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન અમદાવાદ મનપા તંત્ર કરી રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહ તેમના મત વિસ્તાર કલોલ નગરપાલિકામાં વિકાસ કામોનું ખાત મુહુર્ત કરશે. 17 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર BVM રેલ્વે ક્રોસિંગ બ્રિજના લોકાપર્ણ સાથે 1 કરોડનાં ખર્ચે સરદાર બાગનું નવિનીકરણનું પણ ખાત મુર્હૂત કરશે. આ સાથે કલોલ તાલુકામાં પણ એક-બે કાર્યક્રમોમાં હાજરી આપી શકે છે.


ઉલ્લેખનીય છે કે, અમિત શાહનો આ કાર્યક્રમ 11 અને 12 માર્ચના યોજાવાનો હતો, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસને કારણે ગૃહમંત્રીના આ કાર્યક્રમને ડિલે કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ કાર્યક્રમ 19 અને 20 માર્ચના યોજવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતના પ્રવાસે આવી રહેલા કેન્દ્રીય ગૃહમંત્રી 20 માર્ચના રોજ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube