ધવલ પરીખ/નવસારી: વિધાનસભા ચુંટણીને હવે દિવસો ગણાય રહ્યા છે. ત્યારે આદિવાસી પટ્ટા ઉપર ભાજપે ફોક્સ કર્યુ છે. જેમાં આગામી 13 ઓક્ટોબરના રોજ ભાજપના ચુંટણીના માહિર ખેલાડી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં વર્ષોથી નવસારીની વાંસદા બેઠક કોંગ્રેસના ફાળે રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ નવસારીની વાંસદા બેઠકમાં જ આવેલા ઉનાઈ ખાતેથી માં ઉષ્ણ અંબાના દર્શન કરી ગુજરાત ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના આગમન પહેલા ભાજપ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગૌરવ યાત્રાના પ્રારંભે દક્ષિણ ગુજરાતમાંથી અંદાજિત 50 હજારથી વધુ લોકો ભેગા કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આજે ઉનાઈ ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા અને પુરવઠા પ્રધાન નરેશ પટેલની આગેવાનીમાં દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય અને હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તેમાં દરેક આગેવાનોને તેમની જવાબદારી સોંપવામાં આવી છે. 


ભાજપનો આ યાત્રા થકી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આદિવાસીઓ સાથે અન્ય સમાજ સુધી પહોંચવાનો એક પ્રયાસ છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે. ત્યારે આદિવાસી વિસ્તારમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની આ સભા ખૂબ જ મહત્વની બની રહેશે.


જુઓ આ પણ વીડિયો:-