બ્રિજેશ દોશી/અમદાવાદ : અષાઢી બીજના પવિત્ર દિવસે પોતાના સંસદીય ક્ષેત્રમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નાગરિકોને અને ભાજપના કાર્યકરોને આગામી 30 વર્ષ સુધી ગુજરાતમાં ભાજપની સત્તા રહે તે માટે અપીલ કરી હતી. સાણંદ વિધાનસભાના મોડાસર ખાતે તેમણે જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે મોડાસરને સ્મોક ફ્રિ વિલેજ બનાવવાની નેમ સાથે ઉજ્વલા યોજનાના લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કર્યું હતું. પોતાના સંબોધનના અંતમાં સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલેને ફરી જીતાડીને વિધાનસભામાં મોકલવા અપીલ કરી હતી. જેનો સીધો અર્થે એ થાય છે કે સાણંદ વિધાનસભા બેઠક પર હવે વર્તમાન ધારાસભ્ય કનુભાઈ પટેલની ટિકિટ નિશ્ચિત થઈ ગઈ છે. જે અત્યાર સુધીની પહેલી ટિકિટ હશે કારણકે સપ્ટેમ્બર 2021માં સમગ્ર સરકાર બદલાવ્યા બાદ અનેક સિનિયર ધારાસભ્યોની ટિકિટ પર સંકટ છે. તેવામાં ખૂદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કનુભાઈ પટેલની દાવેદારી સાણંદ બેઠક પર નિશ્ચિત કરી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇતિહાસમાં પહેલીવાર બન્યું કે, અમિત શાહે પહેલીવાર પોતાના પત્તા ખોલી નાખ્યા, કરી ખાસ અપીલ


આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ નાગરિકોને અપીલ કરતા કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સતત 20 વર્ષથી નંબર 1 છે અને હજુ 30 વર્ષ ગુજરાતને નંબર 1 રાખવાનું છે. આમ આગામી 30 વર્ષ પણ રાજ્યમાં ભાજપની સત્તા આવે તે માટેના આયોજન સાથેની વાત કેન્દ્રીય ગૃહમંત્રીએ કરી હતી. અમિત શાહને પણ નાગરિકોએ જોરશોરથી વધાવી લીધા હતા.


હવે ગાંધીનગર ગ્રીન નથી રહ્યું, ફોરેસ્ટ વિભાગ અને સરકાર સફાળી જાગી ડેમેજ કંટ્રોલ શરૂ થશે


તેમણે આજે ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં અલગ અલગ 3 મુખ્ય કાર્યક્રમો મા સંબોધન કર્યું હતું. કેન્દ્રની મોદી સરકારની પ્રજાલક્ષી કામગીરી અંગે વાત કરવા સાથે કોંગ્રેસના શાસનમાં પ્રજાની શું સ્થિતિ હતી તે અંગે આકરી ટિકા કરી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના શાસનમાં રથયાત્રા નીકળે ત્યારે જીવ તાળવે ચોંટી જતો હતો. તોફાનો-ગોળીબાર અને કર્ફ્યુ સામાન્ય હતા. જ્યારે છેલ્લા  20 વર્ષ થી રાજ્યમાં કર્ફ્યુ લગાવવાની જરૂર નથી પડી. તેમણે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે રાહુલ બાબાની 4-4 પેઢીઓએ દેશ પર રાજ કર્યું છે. 


ચાલુ રથયાત્રાએ દિલીપદાસજી ઉતરી પડ્યાં અને રથ અટકાવીને ખલાસીઓને ખખડાવી નાખ્યા


ગરીબી હટાવવાના નારા આપ્યા પણ ગરીબીના બદલે ગરીબોને હટાવ્યા છે. જ્યારે પીએમ મોદીજીએ ગરીબોને ઘરનું ઘર આપ્યુ, કોરોના કાળમાં 2 વર્ષ મફતમાં અનાજ આપ્યું અને આયુષ્યમાન ભારત હેઠળ 5 લાખનું વીમા કવચ પણ આપ્યુ અને એટલે જ લોકોએ ભાજપ પર સતત ભરોસો કર્યો છે. કાર્યકરો નો ઉત્સાહ વધારવા તેમણે આગામી ચૂંટણીમાં 3/4 બહુમત સાથે સરકાર બનાવવા સંકલ્પ લેવાનું કહ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારને વિકાસ કાર્યોની અનેક ભેટ આપી રહ્યા છે. ત્યારે આજે પણ 400 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવા સાથે સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પટેલના અઢળક વખાણ કર્યા હતા. તેમને ફરી જીતાડવાની અપીલ કરીને જિલ્લા ભાજપના અનેક દાવેદારોને શાંત પણ કરી દીધા હતા. અમિત શાહે ભાજપને હજુ 30 વર્ષ સુધી ભાજપ સરકારને રાખવા માટે જણાવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube