હિતલ પારેખ/ ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ (Amit Shah) આજે ગાંધીનગર જિલ્લાની મુલાકાતે છે. ત્યારે ગાંધીનગરના (Gandhinagar) કલોલનાં આદિપુર ગામે તળાવના નવીનીકરણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત 25 કરોડથી વધારેના વિકાસ કામોનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. નાદીપુર (Nadipur) ગામે તળાવના ખાતમુહૂર્ત અને અન્ય લોકાર્પણ કાર્યક્રમની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય ગૃહમંત્રી તથા ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહ (Amit Shah) બે દિવસ ગુજરાત પ્રવાસે છે. તેઓ પોતાના મતવિસ્તારમાં વિકાસ કાર્યોનું લોકર્પણ કરવાના છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે 215 કરોડના 7 કામોનું લોકાર્પણ અને 2 કામોનું ખાતમુહૂર્ત કરી અમદાવાદને ભેટ આપી હતી. બોપલમાં લોકાર્પણ પ્રસંગે તેમણે કહ્યું કે, અગાઉ આખો વિસ્તાર ધૂળિયો હતો, આજે ચારેય તરફ વિકાસ છે. અમે અગાઉ વિકાસના મૂળિયા નાંખ્યા હતા, આજે તેના ફળ મળ્યા છે. વિકાસની વણઝાર ક્યારેય નહિ રોકાય તેની ખાતરી આપુ છું.


આ પણ વાંચો:- કચ્છમાં વરસાદની ધમાકેદાર ઇન્ટ્રી, અષાઢી બીજના મેઘમહેરથી કચ્છી નવા વર્ષની ખુશી બેવડાઈ


તેમણે કહ્યું કે, સંભવિત ત્રીજી લહેર (third wave) ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તૈયારી કરી લીધી છે. આ વખતે ઓક્સિજનની અછત ન પડે એવી તમામ કામગીરી કરી લેવાઈ છે. રસી લેવા માટે જેને આશંકા કે મૂંઝવણ હોય તો આપણે તેને દૂર કરવી જોઈએ.  


આ પણ વાંચો:- Gandhinagar: શરતોને આધીન નિકળી રથયાત્રા, આરતીમાં પહોંચ્યા ભાવિક ભક્તો


તેમણે કહ્યું કે, મારા માટે ખુશીનો દિવસ છે. મને ઔડા અને પશ્ચિમ રેલવાના 267 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરવાની તક મળી. તેમણે વધુમાં કહ્યું કે, મેં ત્રણ પ્રકારના નેતા જોયા છે. એક જે માત્ર ઉદ્ઘાટનમાં ભાગ લે છે. બીજો એ જે, પોતાના સમયમાં નક્કી કરે છે કે, વિકાસ કાર્ય થયા છે કે નહિ. અને ત્રીજા નરેન્દ્ર મોદી છે, જે એવુ નક્કી કરે છે કે, તેમના ગયા બાદ પણ વિકાસ કાર્યો ચાલુ રહે.


આ પણ વાંચો:- 144 Rath Yatra: CM વિજય રૂપાણીને સતત પાંચમી વાર પ્રાપ્ત થયું પહિન્દ વિધિનું સૌભાગ્ય


અમિત શાહ અમદાવાદ (Ahmedabad) માં 192.38 કરોડના 9 વિકાસ કર્યોનું લોકપર્ણ કર્યું. જેમાં બોપલ સિવિક સેન્ટર, લાયબ્રેરી, ગોતા કોમ્યુનિટી હોલ, વોટર ડિસ્ટ્રી બ્યુશન સ્ટેશન, વેજલપુર કોમ્યુનિટી હોલ, સબઝોનલ ઓફિસનું લોકપર્ણ કર્યું. સાથે જ 128.39 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કર્યું. જેમાં ઘુમા વોટર સપ્લાય પ્રોજેક્ટ, જલજીવન મિશન હેઠળ CWPH પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરાયું. સાથે જ 34 કરોડના સાણંદ બાવળાના વિકાસ કાર્યોનું પણ લોકાપર્ણ કરાયું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube