અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે તમામ પાર્ટીને નેતાઓ તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે AAPના સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતમાં સરકાર બનાવવા માટે પ્રચાર કરી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમા સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જેના પર કેન્દ્રીય મંત્રી દેવુસિંહે કેજરીવાલ પર પ્રહાર કર્યા હતા અને દેવુસિંહ ચૌહાણે અરવિંદ કેજરીવાલને માનસિક રોગી સાથે સરખાવ્યા હતા. તેમણે જણાવ્યું કે માનસિક રોગી જ આ પ્રકારના સ્વપ્ન જોતા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેવુસિંહે જણાવ્યું હતું કે, જે લોકોએ આ દેશમાં જનહિત- રાષ્ટ્રહિતમાં કામ કરવાનું છે, ગુજરાતના વિકાસને ઝંખતી પ્રજાહિતમાં કામ કરવું છે, એ તમામને ભાજપ આવકાર આપે છે. આજે ગાંધીજીનો જન્મ દિવસ છે, ગાંધીજી લીડરશીપ અને ટ્રસ્ટનું સૌથી મોટું ઉદાહરણ હતા. ગાંધીજીના એક અવાજ પર લોકો નોકરી છોડી સ્વતંત્રતાની લડાઈમાં જોડાતા હતા. 



દેવુસિંહે કેજરીવાલ પર આકરા પ્રહારો કરીને જણાવ્યું હતું કે, કોઈ કાર્યકર્તા આવું કરે એ તો સમજ્યા પરંતુ કોઈ રાજ્યનો મુખ્યમંત્રી આવું કરે ત્યારે આ બન્ને વચ્ચે મોટું અંતર હોય છે. કેજરીવાલની મનોદશા બગડી છે ત્યારે એક પ્રકારે મનોરોગી હોય અને મનોરોગી સતત આવાં દિવાસ્વપ્ન જોતો હોય છે. સામાન્ય જનતાની જેમ આ સપનાને સાકાર કરવાના આધાર બને છે. 


દેવુસિંહે જણાવ્યું હતું કે, જાહેર જીવનની અંદર મોટા ગજાના નેતા જુઠ્ઠું બોલે ત્યારે તેઓની વિશ્વનીયતા ઘટતી હોય છે. કોઈ પણ વ્યક્તિને સપના જોવાની સ્વતંત્ર્તા છે, દિવાસ્વપ્ન પણ જોવાની છૂટ હોય છે પરંતુ અમુક વખતે દિવાસ્વપ્ન તમારી વિશ્વસનીયતા ઘટાડતા હોય છે.