કેન્દ્રીયમંત્રી ગિરીરાજસિંહ એક દિવસીય ગુજરાતની મુલાકાતે, કહ્યું ખેડૂતોનો થશે વિકાસ
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે અલગ અલગ યોજનાઓ દ્વારા તેમના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાય-ભેંસની જાતિ સુધારવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ માછીમારોની સુરક્ષા માટે વિશેષ ટેકનોલોજી પણ આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
અમિત રાજપુત/અમદાવાદ: કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહ ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે ઝી મીડિયા સાથે વિશેષ વાતચીતમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં ખેડૂતો, પશુપાલકો, માછીમારો માટે અલગ અલગ યોજનાઓ દ્વારા તેમના વિકાસ માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ગાય-ભેંસની જાતિ સુધારવા માટે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તેમજ માછીમારોની સુરક્ષા માટે વિશેષ ટેકનોલોજી પણ આગામી સમયમાં શરુ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહે વધુમાં જણાવ્યું કે, દેશમાં એગ્રીકલ્ચરને લઇને સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રી દ્વારા ખેતી અને માછીમારોને લઇને અલગ વિભાગનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દરેક ગામમાંથી બાયોગેસ ખરીદ કરવામાં આવશે. અને તેમને તેનું વેતન આપવામાં આવશે.
ગામડાઓમાં ગેસનું ઉત્પાદન થશે તો બહારથી ગેસની આયાત રોકી દેવામાં આવશે. બાયો ગેસનો પ્લાન્ટની મદદથી ગામડાઓમાં મોટી સંખ્યામાં લોકોને રોજગારી મળશે અને અન્ય એક રોજાગારીની તક ઉભી કરવામાં આવશે. તથા પશુપાલકો માટે ગાય-ભેંસની જાતિ સુધારવા માટેના પ્રયત્ન કરવામાં આવશે.
જુઓ LIVE TV: