નવનીત દલવાડી/ભાવનગર: કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગત તા. ૧૬ જાન્યુઆરી-૨૦૧૯ના રોજ ગાંધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાને ૧૬ જાન્યુઆરી-૨૦૨૦ ના રોજ એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે, ત્યારે આ પદયાત્રા દિનની ઉજવણી કરવામાં આવવાની છે. જેમાં ૧૫૦ કિમી પદયાત્રા માર્ગ પર રસ્તામાં આવતા ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તેમજ ગાંધી પદયાત્રા માર્ગનું નામકરણ પણ કરવામાં આવનાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રાઇમબ્રાંચની ટીમે બુલેટપ્રુફ જેકેટ સાથે દરોડા પાડ્યા, સર્જાયા ફિલ્મી દ્રશ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ગત  તા. ૧૬ જાન્યુઆરી-૨૦૧૯ ના રોજ ગાંધી ૧૫૦ અંતર્ગત ગાંધીના મુલ્યોને ઉજાગર કરતી ગાંધી પદયાત્રાનું ભવ્ય આયોજન કર્યું હતું. આ પદયાત્રા ની ખાસ નોંધ વડાપ્રધાન દ્વારા પણ લેવામાં આવી હતી. ખાસ ગાંધી મુલ્યો અને બુનિયાદી શિક્ષણ ને મહત્વ આપતી આ પદયાત્રા ને ૧૬ જાન્યુઆરી-૨૦૨૦ ના રોજ એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે.


રાજકોટ: PSI પોલીસ ચોકીમાં રિવોલ્વર સાફ કરતા હતાને ફાયરિંગ થયું સ્પા સંચાલકનું મોત


આ પદયાત્રા દિન ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીયમંત્રી પદયાત્રાના ૧૫૦ કિમીના માર્ગ પર આવતા ગામોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મણાર ખાતેથી આ પદયાત્રા નો પ્રારંભ થયો હતો જેથી આ તકે ગાંધી પદયાત્રા માર્ગનું નામકરણ કરવામાં આવશે. સાથે સાથે ઉદઘાટન-ખાતમુહુર્ત જેવા કાર્યક્રમો પણ યોજાશે. ગાંધી મુલ્યોના જતન માટે આ યાત્રાનું આયોજન કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા દ્વારા કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube