બુરહાન પઠાણ/આણંદ: જિલ્લામાં આજે ગુજરાત ગૌરવ યાત્રાની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોડાયા હતા અને તેઓએ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. ગૌરવ યાત્રાના માર્ગ પર ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરાયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ગૌરવ યાત્રા લઈને આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આંકલાવ ખાતે આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંયા તેઓએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે નામ લીધા વગર કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પર પ્રહાર કરતા કહ્યું હતું કે આ નેતાને ગાંધી પરિવારે સાઈડ લાઈન કરી દીધા છે. જે નેતાને કૉંગ્રેસ નાં ગણતી હોય તેમને આપણે શા માટે ગણવા જોઈએ. અહીંયા સ્મૃતિ ઈરાની એક્ટિવા હંકારી ગૌરવ યાત્રામાં જોડાયા હતા.


બોરસદ ખાતે ગુજરાત ગૌરવ યાત્રા આવી પહોંચતા યાત્રાનું સન્માન કરાયું હતું. અહીંયા તેઓએ જાહેર સભાને સંબોધી હતી. સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે હું આણંદથી અમેઠી ગઈ હતી અને અમેઠી બાદ હવે બોરસદની બેઠક ભાજપને આપવાની છે. 


આંકલાવ ખાતે મોટી સંખ્યાડ ગામના 184 કાર્યકરો કૉંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube