વડોદરા: સગર્ભા મહિલાઓ અને વયોવૃદ્ધ મતદારો માટે ચૂંટણી અધિકારીએ કરી અનોખી વ્યવસ્થા
લોકસભાની ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય તેવા હેતુ સાથે વડોદરા ચૂંટણી અધિકારી દ્વારા એક નવા અભિગમ સાથે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ,સગર્ભા અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથકે લાવવા લઈ જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 40 જેટલા વાહનોની વ્યવસ્થા કરેલ છે.
તૃષાર પટેલ/ વડોદરા: લોકસભાની ચૂંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય તેવા હેતુ સાથે વડોદરા ચૂંટણી અધિકારી દ્વારા એક નવા અભિગમ સાથે સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ,સગર્ભા અને વયોવૃદ્ધ મતદારોને મતદાન મથકે લાવવા લઈ જવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા 40 જેટલા વાહનોની વ્યવસ્થા કરેલ છે.
લોકસભાની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે છેલ્લા કેટલાય સમયથી જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે ખાસ કરીને લોકસભાનીચૂંટણીની અંદર સિનિયર સિટીઝન મહિલાઓ તેમજ દિવ્યાંગ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે અને તેઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
સુરત: અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી વિરૂદ્ધ કોંગ્રેસ કરશે ચૂંટણી પંચમાં ફરિયાદ
આ આયોજનના ભાગરૂપે 40 થી વધુ ગાડીઓને મતદાન મથકો ખાતે ફાળવવામાં આવશે અને આ ગાડીઓ જે તે વિસ્તારની અંદર રહેતા દિવ્યાંગ વયોવૃદ્ધ અને સગર્ભા મહિલા મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવાની કામગીરી કરશે આમ એકંદરે મોડી સાંજ સુધીને આ કામગીરીમાં જોડાયેલા વાહનો દ્વારા આ ત્રણે કેટેગરીના અનેક મતદાતાઓ પોતાના મતદાન કરી શકે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી આવી છે.