કેતન બગડા/અમરેલી: તાલુકાના ત્રણ હજારની વસ્તી ધરાવતું દેવળીયા ગામ હાલ ચારેબાજુ ચર્ચામાં છે. ગામના એક મહિલા સરપંચ દ્વારા ગામના સીસીટીવી તેમજ ગ્રામ પંચાયત દ્વારા અનેક પ્રતિબંધો અને સુવિધાથી સજ્જ કરી દેવમાં આવ્યું છે. આવનારા દિવસોમાં દેવળીયા ગામને ગોકુળીયું ગામ બનાવવા માટે સરપંચ દ્રારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી તાલુકાનું નાનકડું દેવળીયા ગામ હાલ ત્યાંના નવા ચૂંટાયેલા સરપંચ ભાવનાબેન સુખડીયા મહિલાએ ગ્રામ પંચાયતનું સુકાન સંભાળતા જ પાયાની સુવિધાથી સજ્જ કરી દીધું છે. સરપંચ તરીકે આવતા સ્કૂલો પંચાયત સહિતના બિલ્ડિંગોમાં રંગ રોગાન કરવામાં આવ્યું છે. ગામમાં રોડ પાણી સફાઈ સહિત સીસીટીવી કેમેરા લગાડી દેવામાં આવ્યા છે. બારથી આવતા ફેરિયાઓને ગામમાં ફેરી કરવા આવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.


મહત્વની વાત એ છે કે આ ગામના મહિલા સરપંચે ગામમાં દારૂ પીધો હોય અથવા દારૂ વેચનારની બાતમી આપનારને પ્રોત્સાહિત ઇનામ આપી અને નામ ગુપ્ત રાખવાનું પણ બેનર મારી દેવામાં આવ્યું છે. હાલ ગામમાં દારૂનું દૂષણ દૂર કરવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.



આ ગામના ઉપસરપંચ પણ મહિલા છે. ઉપસરપંચ છેલ્લા 15 વર્ષથી ગ્રામ પંચાયતન સાથે જોડાયેલા છે. અગાઉ હાલના ઉપસરપંચ ધર્મિષ્ઠાબેન આ ગામમાં સરપંચ તરીકે રહી ચૂક્યા છે. ગામની સેવા કરવાનો જુસ્સો તેમનામાં છે. હાલ મહિલા ઉપસરપંચ જણાવી રહ્યા છે કે દેવળિયા ગામમાં વિકાસના કામ કરવામાં મને એક આનંદ થાય છે. આ ગામના વિકાસના કામો કરવા માટે કોઈ પુરુષની જરુર પડતી નથી.


દેવળીયા ગામના સરપંચના પતિએ જણાવ્યું હતું કે, હાલ ગ્રામ પંચાયતની જે ટીમ છે તે શિક્ષિત છે અને યંગ લોકો છે. 50 ટકા જેટલી મહિલાઓ આ ટીમમાં સામેલ છે. ગામની અંદર ફેરિયાને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ આ ગામમાં ચોરી જેવા બનાવો બની ચૂકેલા છે. હાલ ચોરીના કોઈ બનાવ ન બને તે માટે ગ્રામ પંચાયતે પ્રતિબંધ મૂક્યો છે. લગ્ન પ્રસંગે યોજાતા વરઘોડા અને ફૂલેકા દરમિયાન આ ગામમાં સ્વચ્છતા રાખવા માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેવળિયા ગામ લોકોના સહકારથી ગામમાં સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું છે. ગામની અંદર જ સીસીટીવી કેમેરા કંટ્રોલ રૂમ રાખવામાં આવેલું છે. આખા ગામની નજર સીસીટીવી કેમેરા દ્વારા રાખવામાં આવી રહી છે. કોઈપણ વ્યક્તિ ગામમાં દારૂ વેચનારની બાતમી આપશે તેને ગ્રામ પંચાયત તરફથી ઇનામ આપવાનો નિર્ણય સરપંચ કર્યો છે.


અમરેલી તાલુકાનું ગામ દેવળીયા આશરે ત્રણ હજારની વસ્તી ધરાવે છે. બહારથી આવતા ફેરિયાઓને ગામમાં પ્રવેશ પર ગ્રામપંચાયત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દારૂના દુષણને ડામવા માટે જે કોઈ વ્યક્તિ બાતમી આપશે તેને ગ્રામપંચાયત પ્રોત્સાહિત કરશે. દેવળિયા ગામ આખું સીસીટીવી કેમેરા અને પાયાની સુવિધાથી સજ્જ કરવામાં આવ્યું. લગ્ન પ્રસંગો દરમિયાન વરઘોડો તેમજ ફુલેકામાં ફટાકડા ફોડવા પર પણ ગ્રામ પંચાયતે પ્રતિબંધ મૂક્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube