નિલેશ જોશી/વાપી: દેશ અને દુનિયામાં આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ મૂજબ 14 ફેબ્રુઆરીને પ્રેમીઓનો દિવસ માનવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજાને ગુલાબનું ફૂલ આપી પોતાના પ્રેમનો એકરાર કરતા હોય છે. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ઘેલી બનેલી આજની નવી પેઢીને ભારતીય સંસ્કૃતિથી ઉજાગર કરવા માટે વાપીની જ્ઞાન ગંગા શાળામાં આજના દીવસે વેલેન્ટાઈન ડેની ઉજવણીને બદલે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવનાર નવી પેઢીને અત્યારથી જ વેલેન્ટાઇન એટલે પ્રેમીઓનો દિવસ નહીં પરંતુ પોતાના માતા પિતાને પૂજવાનો દિવસ તરીકે ઉજવવામાં આવે આ પ્રકારની પ્રેરણા આપવામાં આવી હતી. શાળા પરિસરમાં યોજાયેલા માતૃ પિતૃ પૂજન વિધિમાં શાળાના 1,000 થી વધુ બાળકો અને તેમના માતા પિતા આ પૂજામાં જોડાયા હતા, જ્યાં બાળકોએ પોતાના પુરા ભક્તિ ભાવપૂર્વક પોતાના માતા પિતાની પૂજા આરતી કરી હતી.



આ પ્રસંગે પૂજા વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો પણ સર્જાયા હતા. આમ વાપીની આ જ્ઞાનગંગા શાળામાં છેલ્લા 11 વર્ષથી 14 મી ફેબ્રુઆરીના દિવસને માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ શાળાના બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમાજમાં આજના દિવસે એક નવો રાહ ચિંધવાનો પ્રયાસ કર્યો હતો. શાળામાં થયેલી આ ઉજવણીને શાળાના બાળકો અને તેમના વાલીઓએ પણ આવકારી હતી. 


આણંદના વલ્લભવિદ્યાનગરમાં વેલેન્ટાઈન ડેની અનોખી ઉજવણી
પ્રેમની અભિવ્યક્તિનાં પર્વ વેલેન્ટાઈન ડેની આજે આણંદના વલ્લભવિદ્યાનગરની બીજેવીએમ કોલેજનાં વિદ્યાર્થીઓ દ્વારા અનોખી ઉજવણી કરી પોલીસને ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પાઠવી હતી. વલ્લભવિદ્યાનગર પોલીસ મથકમાં આજે વેલેન્ટાઈન ડે નિમિત્તે કોલેજના વિદ્યાર્થીઓએ અનોખી ઉજવણી કરતા પ્રજાની સુરક્ષામાં 24 કલાક અડીખમ ઉભા રહેતા અને તહેવારો પણ પરિવાર સાથે નહીં ઉજવી ફરજ પર તૈનાત રહેતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી ગુલાબનું ફૂલ આપી વેલેન્ટાઈન ડેની શુભેચ્છાઓ પાઠવી પોલીસ પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ કરી હતી.