SURAT માં અનોખા લગ્ન: તમારા સાત જનમનાં પાપનો થશે નાશ, ધનના ઢગલા થશે
કમુરતા પુરા થયા અને આજથી દીકરા દીકરીના માતાપિતા પોતાના સંતાનોને પરણાવવા ઉત્સાહિત થયા છે. ત્યારે સુરતમાં આજે અનોખા લગ્ન યોજાયા હતા. વાછરડી અને વાછરડા ના લગ્ન કરાવીને સુરતની એક ગૌશાળા એ મકારસંક્રાંતિના ત્યોહારની ઉજવણી કરી હતી. ઢોલ નાગારાના તાલ સાથે વરઘોડો સુરતના લાડવી ગામે આવી પહોંચ્યો હતો. વરરાજાને અને જાનૈયાઓનો આવકારવા માટે કન્યા પક્ષના લોકો આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મકર સંક્રાંતિના દિવસે કોના લગ્ન યોજાઈ રહ્યા છે. સુરતના લાડવી ગામે આવેલી ગૌશાળામાં વાછરડી અને વાછરડાના લગ્ન યોજવામાં આવ્યા છે.
સુરત : કમુરતા પુરા થયા અને આજથી દીકરા દીકરીના માતાપિતા પોતાના સંતાનોને પરણાવવા ઉત્સાહિત થયા છે. ત્યારે સુરતમાં આજે અનોખા લગ્ન યોજાયા હતા. વાછરડી અને વાછરડા ના લગ્ન કરાવીને સુરતની એક ગૌશાળા એ મકારસંક્રાંતિના ત્યોહારની ઉજવણી કરી હતી. ઢોલ નાગારાના તાલ સાથે વરઘોડો સુરતના લાડવી ગામે આવી પહોંચ્યો હતો. વરરાજાને અને જાનૈયાઓનો આવકારવા માટે કન્યા પક્ષના લોકો આવી રહ્યા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ મકર સંક્રાંતિના દિવસે કોના લગ્ન યોજાઈ રહ્યા છે. સુરતના લાડવી ગામે આવેલી ગૌશાળામાં વાછરડી અને વાછરડાના લગ્ન યોજવામાં આવ્યા છે.
AMBAJI મંદિર પ્રાગટ્ય દિવસે જ બંધ રહેતા વેપારીઓની સિઝન ટાણે વેપારીને ફટકો
ગૌશાળાના સંચાલક અને તેમના મિત્ર વચ્ચે એક વર્ષ પહેલાં જ વાત થઈ હતી કે તેમના ઘરે વાછરદાનો જન્મ થયો છે. ગૌશાળામાં સાધુની વાછરડી સાથે લગ્ન કરાવવામાં આવશે. નક્કી થયા મુજબ આજે વાછરડાના પિતા જયંતિ ભાઈ જાણ લઈને આવી ગયા છે. વાછરડાને વરરાજાની જેમ શનગરીને જાણ વાજતે ગાજતે આવી પહોંચી છે. વાછરડાને લગ્નમાં અનેક લોકોએ હાજરી આપી છે. જાને કે કોઈ માણસના લગ્ન હોય તેવો માહોલ અહીં જોવા મળી રહ્યો છે.
ભારતમાં હાલ કોરોનાને ફલૂ તરીકે હાલ જાહેર ના કરી શકાય, જાણીતા તબીબે જણાવ્યુ આ પાછળનુ કારણ
વાછરડીને પણ દુલ્હનની જેમ શણગારવામાં આવી હતી. જે રીતે કન્યા ની વિદાય થાય તે રીતે જ સમગ્ર વિધિ વિધાનથી બંનેના લગ્ન કરાવવામાં આવ્યા હતા. ત્રણ ભૂદેવો વૈદિક મંત્રોચ્ચારથી લગ્નની વિધિ કરાવી રહ્યા હતા. સંન્યાસી જીવન જીવતા પીપલાડ ગિરી મહારાજ પોતાની વાછર્દીનું કન્યા દાન કરી ધન્યતા અનુભવી રહયા છે. વાછર્દીનું નામ ચંદ્રમોલી અને વાછરડાનું નામ શંખેશ્વર રાખવામાં આવ્યું છે. બંને ના આજે લગ્ન કરાવવામાં આવ્યા હતા. વાજતે ગાજતે લગ્નની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. સન્યાસીને પરિવાર નથી હોતો પણ કન્યા દાનએ સૌથી મોટું દાન છે. અને કન્યા દાનથી વંચિત ના રહી જાય તે માટે પીપલાદગીરી બાપુએ પોતાની વ્હાલસોયી વાછરડીના લગ્ન કરાવી કન્યાદાનનું પૂર્ણ મેળવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube