નવનીત દલવાડી/ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 માં ભાજપ ના ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે, મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપને વિજયી બનાવવા વિનંતી કરી રહ્યા છે. ગત ટર્મની ચુંટણીમાં અહી ચાર બેઠકો પૈકી માત્ર એક બેઠક ભાજપના ફાળે આવી હતી, ત્યારે આ વખતની ચૂંટણીમાં તમામ ચાર બેઠકો પર જીત મેળવવા ભાજપના ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે વિકાસની ગાથા સાથે અનોખા પ્રચાર સાથે ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપાને વિજય અપાવવા વિનવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM નું હોસ્પિટલમાંથી સંબોધન: જનતા ભાજપનું સુશાસન જોયા બાદ કોંગ્રેસનું કુશાસન જોવા નથી માંગતા


ભાવનગર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર વોર્ડમાં 2015 ની ચુંટણીમાં ચાર બેઠકો માથી 3 બેઠકો પર કોંગ્રેસની જીત થઈ હતી. જ્યારે માત્ર એક બેઠક પર ભાજપનો વિજય થયો હતો, ત્યારે આ વખતે વિકાસના મુદ્દા ને આગળ કરી ભાજપના ઉમેદવારો લોકોને ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપા પર વિશ્વાસ મૂકી તમામ ચાર ઉમેદવારોને વિજય બનાવવા લોકોને વિનંતી કરી હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર અને હાલના ઉમેદવાર કીર્તિબેન દાણીધારિયા તેમજ ભાજપા સાથે નિષ્ઠાથી જોડાયેલા સનિષ્ઠ કાર્યકરને ભાજપ દ્વારા ઉમેદવારી કરવાની તક આપી છે. ઉમેદવાર રાકેશભાઈ બારૈયા કાર્યકરો સાથે પોતાના વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે.


તાળા વાળા પાસે ચાવી બનાવડાવો છો? તો સાવધાન, ઘર સાફ થઇ જશે અને ખબર પણ નહી પડે


જેમાં મતદારોને મનાવવા તેઓ લોકોને ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી અનોખી રીતે પ્રચાર કાર્ય કરી રહ્યા છે. જેમાં ભાજપની વિકાસગાથા સાથે ભાજપને વિજયી બનાવવા માટે લોકોને વિનંતી કરી હતી. અહીં ભાજપના ચાર ઉમેદવારોમાં પૂર્વ કોર્પરેટર કીર્તિબેન દાણીધારિયા, રાકેશભાઈ બારૈયા, ઉપેન્દ્રસિંહ ચુડાસમા અને હીરાબેન કુકડિયાએ ભાજપામાંથી ઉમેદવારી નોંધાવી છે. ગત ટર્મમાં માત્ર એક બેઠક પર જીત મેળવ્યા છતાં ભાજપ દ્વારા અહી વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે, ત્યારે ફરી વિકાસની નવી ગાથા સાથે અનોખી રીતે પ્રચાર કરી મતદારોને રીઝવવા ઉમેદવારો મેદાને ઉતર્યા છે, ત્યારે મતદારો નો મત કોને વિજય તિલક કરાવશે એ જોવું રહ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube