ભુજ: હવે મોબાઈલના રેડિયશનથી ગાયના ગોબરમાંથી બનેલી ચીપ રક્ષણ આપશે. ભુજના કુકમાની રામકૃષ્ણ ટ્રસ્ટે કરેલા પ્રયાસોને સફળતા મળી છે. કચ્છની દેશી ગાયના ગોબરમાંથી બનેલી મોબાઈલ ચિપને આંતરરાષ્ટ્રીય પેટન આપવામાં આવી છે.ગૌવિજ્ઞાન માટે રામકૃષ્ણ ટ્રસ્ટે 2016માં પેટન માટે ફાઈલ આપી હતી. જેના પર સરકાર અને વિજ્ઞાનની મહોર લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાયના ગોબરથી બનેલી ચિપ મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટરમાંથી નીકળતા રેડિયશનથી રક્ષણ આપશે. આ ચિપની બેલાસ્ટિક ગેલવેનો મીટર પર ચકાસણી કરવામાં આવી છે. જેનું 10 લોકોએ પરિક્ષણ પણ કર્યું હતું. જેમાં સફળતા મળતા હવે તેને પેટન કરવામાં આવી છે. 


ગોબર ચિપ મોબાઈલ તેમજ લેપટોપ કે, કોમ્પ્યૂટર માંથી નીકળતા નુક્સાનકારક રેડિએશન સામે રક્ષણ આપી હકારાત્મક ઉર્જા શરીરને આપતી હોવાનો દાવો સંસ્થા દ્વારા કરાયો હતો. ભારતીય નસ્લની ગાયોના ગોબરમાં હકારાત્મક ઉર્જાનો ભંડાર છે એ વાતને સાબિત કરવા માટે સંસ્થા દ્વારા 2016માં ભારતમાં સંભવત: પ્રથમવાર ગોબર એન્ટી રેડીએશન ચિપનું નિર્માણ કરાયું હતું


ગોબર ચિપ હકીકતમાં હકારાત્મક ઉર્જા વધારે છે તે માટે બેલાસ્ટિક ગેલવેનો મીટર પર તેની ચકાસણી પણ કરાઇ હતી. વધુમાં 10 લોકો પર તેનું પરીક્ષણ કરાયું હતું. ત્યારબાદ તેના પેટન્ટ માટે અરજી કરાઇ હતી. અરજી બાદ થયેલી કસોટીમાં પાર પડતાં ગાયના વિજ્ઞાનને “cowdung based radiation ane energy masking chips” ના નામે આંતરરાષ્ટ્રીય માન્યતા મળી છે. 


ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મનોજ સોલંકીએ Zee Media ને જણાવ્યું કે, ગોબર ચિપને સરકારી પેટન્ટ મળતા તેને ઓર બળ મળ્યું છે. આવનારા સમયમાં ગાયની ઓળખ વધારે સ્પષ્ટ થશે અને તે રખડતી અટકશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો આપણા જીવનમાં ગાયનું મહત્વ વિશે વધુ વાતચીત પણ કરી હતી. 


ટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube