બનાસકાંઠામાં અશ્વોની અનોખી મેરેથોન, અશ્વોને જોઇને કહેશો વાહ...
અરાવલી ટ્રાઇલ્સ રિસોર્ટ ખાતે નેશનલ હોર્સ મેરોથોન યોજાઈ. 20 થી 80 કિમી લાંબી આ હોર્સ મેરેથોનમાં ક્વોલિફાય થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો. દેશમાંથી આવેલા 55 જેટલા હોર્સ રાઈડરો એ પોતાના અશ્વો સાથે મેરોથોન રાઈડિંગ કર્યું. બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વાર રાષ્ટ્રીય કક્ષાની અશ્વ મેરેથોન યોજાઈ જેમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી આવેલા અલગ અલગ ઘોડેસવારો એ પોતાના ઘોડા સાથે ભાગીદાર બન્યા હતા.
અલ્કેશ રાવ/બનાસકાંઠા: અરાવલી ટ્રાઇલ્સ રિસોર્ટ ખાતે નેશનલ હોર્સ મેરોથોન યોજાઈ. 20 થી 80 કિમી લાંબી આ હોર્સ મેરેથોનમાં ક્વોલિફાય થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો. દેશમાંથી આવેલા 55 જેટલા હોર્સ રાઈડરો એ પોતાના અશ્વો સાથે મેરોથોન રાઈડિંગ કર્યું. બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વાર રાષ્ટ્રીય કક્ષાની અશ્વ મેરેથોન યોજાઈ જેમાં મોટી સંખ્યામાં દેશભરમાંથી આવેલા અલગ અલગ ઘોડેસવારો એ પોતાના ઘોડા સાથે ભાગીદાર બન્યા હતા.
ગુજરાત રાજ્યસભા: અમારા ધારાસભ્યોનાં રાજીનામા માત્ર અફવા હોવાનો અમિત ચાવડાનો દાવો
જેસોરના જંગલોમાં આવેલા અરાવલી ટ્રાઇલ્સ રિસોર્ટમાં યોજાયેલી આ મેરેથોન સ્પર્ધા ભારત સરકારના રમતગમત મંત્રાલય દ્વારા યોજવામાં આવે છે. જેમાં ઘોડે સવારો પોતાના ઘોડા સાથે 20 કિમી 40 કિમી અને 80 કિમી દોડ યોજાય છે. આ મેરેથોન માં સૌથી મહત્વની બાબત છે ઘોડા ની દોડ ની સાથે તેનું ફીઝીકલ ફિટનેસ.
કોરોના વાયરસથી બચવા ભાવનગર ડિવિઝન દ્વારા તમામ ટ્રેન સ્વચ્છ કરવામાં આવી
મેરેથોન બાદ ઘોડાના હૃદય ના ધબકારા કેટલા છે તેના આધારે તેની ક્ષમતા નક્કી થાય છે અને તે બાદ તેને આગળ ની સ્પર્ધામાં કોલીફાય કરવામાં આવે છે. આજે યોજાયેલી આ રાષ્ટ્રીય સર્પધમાં આપના દેશની અલગ અલગ જાતિના નસલના ઘોડાઓ ભાગીદાર બન્યા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, પંજાબ, દિલ્હી જેવા રાજ્યોમાંથી ઘોડેસવાર પોતાના ઘોડાઓ સાથે આ રાષ્ટ્રીય મેરેથોનમાં ભાગ લેવા આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube