અમદાવાદ : સોશિયલ મીડિયાનો સદુપયોગની સાથે તેનો દુરુપયોગ પણ વધી રહ્યો છે તેવા અનેક કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરનારા માનસિક વિકૃતોને સાયબર ક્રાઈમે સબક શીખવાડવાનો નિર્ણય કર્યો છે અને આ માટે શરૂઆત કરી છે અનોખા યુનિટની. જેમાં કરાઈ છે 2200 જેટલી મહિલાઓની મદદ. તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં એક યુવતીને કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાના ફોટોનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં નવુ એકાઉન્ટ બનાવી યુવતીને વારંવાર ફ્રેન્ડ રિક્વેસ્ટ પણ મોકલતો હતો. અંતે પોલીસે ધોરણ 10 પાસ યુવકની અટકાયત કરી હતી. જેમાં પોલીસ પૂછપરછમાં સામે આવ્યુ કે આ યુવાને યુવતી સાથે નો સંબંધ તૂટતા મનદુખ રાખીને તેને પરેશાન કરવા આ કામ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સભા ગજવી, રાહુલ બાબા પર કર્યા આકરા પ્રહારો


આ તો થઈ માત્ર અમદાવાદના મણિનગરની વાત પણ અહીં તો ઘણા માનસિક વિકૃત હોય છે. જે એક તરફી પ્રેમમાં પાગલ હોય અથવા તો યુવતી તરફથી લગ્નનો ઈન્કાર કરતા ઘવાયેલા હોય. આવા જ માનસિક વિકૃતો સામાન્ય સમાજમાં સામાન્ય વર્તન સાથે જીવતા હોય છે પણ તેમનું સોશિયલ મીડિયામાં વર્તન માનસિક વિકૃત ભર્યું હોય છે. આવા જ લોકોને ધ્યાને રાખી સાયબર ક્રાઈમ એન્ટિ બુલિંગ યુનિટનું શરૂઆત કરવામાં આવી છે. જેમાં સોશિયલ મીડિયામં દ્વારા આચરવામાં આવતા ગુનામાં મહિલાઓને મદદ કરવામાં આવે છે. અને આ યુનિટ દ્વારા અત્યારસુધીમાં 2200 જેટલી મહિલાઓને મદદ કરી આરોપીઓને પાઠ ભણાવવામાં આવ્યા છે. 


અમદાવાદ: ઓનર કિલિંગમાં યુવકની હત્યા, ચાર દિવસ સુધી શોધી ત્યારે મૃતદેહ મળ્યો


સાયબર ક્રાઈમના આ યુનિટમાં એક મહિલા પીએસઆઈની પણ નિમણૂક કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આચરવામાં આવતા ગુનામાં મહિલાઓને કેવીરીતે કાઉન્સિલિંગ કરવા તેમની તાલીમ પણ તેમને મનોચિકિત્સક દ્વારા આપવામાં આવે છે. સોશિયલ મીડિયાના ઉપયોગ માટે રાખો ધ્યાને 
જ્યારે પણ કોઈ મહિલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે તેણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખ્યુ હશે તો ચોક્કસથી આવા પ્રકારનો ભોગ બનતા અટકી શકાશે. મહિલાઓએ શું ધ્યાન રાખવું?  સોશિયલ માધ્યમોમાં પ્રોફાઈલ લોક રાખવું જોઇએ. ટુ સ્ટેપ વેરિફિકેશન રાખવા જોઈએ. અજાણ્યા વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ ન સ્વીકારો. અજાણ્યા વ્યક્તિ સાથે ફોટોગ્રાફ શેર ન કરો.


મુંબઇથી કેટરિંગ વ્યવસાય માટે આવેલી યુવતીને રાત્રે ચિક્કાર દારૂ પીવડાવવામાં આવ્યો અને...


મહિલાઓ આગળ આવી કરે 100 નંબર ડાયલ
સાયબર આસ્વસ્થથી ના માત્ર અન્ય ગુનાનો ભોગ બનેલા આસ્વસ્થ થશે પણ મહિલાઓ માટે પણ હવે મદદનો નવો રસ્તો ખૂલી ગયો છે. જ્યારે પણ મહિલાઓ કોઈપણ પ્રકારના શારીરિક કે માનસિક ગુનાનો ભોગ બને છે તો માત્ર 100 નંબર અને નવનિર્મિત જિલ્લામાં 112 નંબર ડાયલ કરે અને તાત્કાલિક પોલીસની મદદ મેળવી શકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube