Junagadh: શહેર કોંગ્રેસ મહિલા મોરચાનો અનોખો વિરોધ, પાણીમાં ભજીયા તળી મોંધવારીનો કર્યો વિરોધ
જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારી (Inflation) નો વિરોધ કરવામાં આવ્યો હતો.
ભાવિન ત્રિવેદી, જુનાગઢ: પેટ્રોલ (Petrol) થી માંડીને તેલ (Oil) ના ભાવ દિવસે ને દિવસે આકાશે આંબી રહ્યા છે. ત્યારે એકતરફ કોરોના (Coronavirus) ના લીધે ધંધાપાણી ભાગી પડ્યા છે. તો બીજી તરફ મોંઘવારીની મારના લીધે જીવન નિર્વાહ કરવો કઠીન બની ગયો છે.
ત્યારે જૂનાગઢ (Junagadh) શહેર મહીલા કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરીયાની આગેવાનીમાં દિવસે ને દિવસે વધતી જતી મોંઘવારી (Inflation) નો વિરોધ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
2 કલાકમાં 23 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પલસાણામાં પોણા ચાર ઈંચ ખાબક્યો
“બહોત હુઇ મહેંગાઇ કી માર” ના રૂપાળા સૂત્રથી સત્તા પર બેઠેલી મોદી સરકારે દેશની જનતા સાથે છેતરપીંડી કરી છે. દેશમાં વધી રહેલી મોંઘવારી (Inflation) ના વિરોધમાં જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારીને લઇ પાણીમાં ભજીયા બનાવી મોંઘવારી (Inflation) નો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ શારદાબેન કથીરિયા, વર્ષાબેન લીંબડ,કારીબેન, રેહમતબેન તેમજ જુનાગઢ શહેરના તમામ મહિલા કોંગ્રેસ કાર્યકરોએ તેમજ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube