બુરહાન પઠાણ/આણંદ: શહેરમાં બજાજ રિક્ષામાં ખામી સર્જાતા તેમાં ફોલ્ટ રીપેર નહીં થતા આજે રીક્ષા ચાલક દ્વારા બેન્ડ વાજા સાથે ગધેડા સાથે રીક્ષાને લઈને અમીન ઓટો ડીલરને ત્યાં જઈ વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી જવા પામી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, દાવોલ ગામના કોઠીયાપુરામાં રહેતા સંજયભાઈ ચાવડાએ આણંદની અમીન ઓટોમાંથી સાત માસ પૂર્વે  રીક્ષા ખરીદી હતી. પરંતુ રીક્ષા ખરીદ્યા બાદ રિક્ષામાંથી અવાજ આવતો હોવાથી તેઓ દ્વારા વારંવાર ડિલરનાં વર્કશોપમાં રીપેર કરવા લઈ જતા હતા. તેમ છતાં ખામી નહીં સુધરતા આજે રીક્ષા ચાલક દ્વારા રીક્ષા સાથે ગધેડા બાંધી બેન્ડ વાજા સાથે અમીન ઓટો ડીલરમાં જઈને અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું. 


મનહર પટેલનું મોટું નિવેદન: 'હાર્દિક હાઇકમાન્ડ સુધી રજુઆત કરવા ગયો જ નથી, તેની પીડા શું છે તે જ ખબર નથી પડતી'


રીક્ષા ચાલક દ્વારા રીક્ષા સાથે ગધેડા બાંધી બેન્ડ વાજા સાથે અનોખો વિરોધ પ્રદર્શન કરતા ચકચાર મચી જવા પામી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube