રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની રાષ્ટ્રીય રેલ એકેડમી સ્થિત દેશની પહેલી ગતિ શક્તિ યુનિવર્સીટી ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ-ડીઝલ બનાવવાનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી દેશ પેટ્રોલિયમ પેદાશોમાં આત્મનિર્ભર તરફ આગળ વધી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંગલ યુઝ પ્લાસ્ટિક એક તરફ પર્યાવરણ માટે નુકશાનકારક સાબિત થઇ રહ્યું છે, ત્યારે વડોદરાની ગતિશક્તિ યુનિવર્સિટીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી પ્લાસ્ટો ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યું છે. જેના માટેની લેબોરેટરી પણ વિકસાવવામાં આવી છે.


ગતિશક્તિ યુનિવર્સિટીને લેબોરેટરીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ, ડીઝલ સહિતના ફ્યુલઅ તેમજ તેની રાખમાંથી રોડ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા મટિરિયલનું ઉત્પાદન કરવામાં સફળતા મળી છે. ભારતમાં વિદેશમાંથી પેટ્રોલ અને ડીઝલ આયાત કરવું પડે છે તેમજ યુદ્ધ જેવી સ્થિતિમાં એના ભાવ પણ આસમાને પહોંચે છે, ત્યારે એનો વિકલ્પ ગતિશક્તિ યુનિવર્સિટીના રિચર્સ ટીમ દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે. જે પ્લાસ્ટિકને કારણે પ્રદૂષણ ફેલાય છે અને એના મોટા ડુંગર ખડકાય છે તેમજ એનો નાશ કરવો પણ અશક્ય છે.


હવે એમાંથી ગતિશક્તિ યુનિવર્સિટી દ્વારા પેટ્રોલ, ડીઝલ, કેરોસિન અને ગેસ બનાવવામાં આવ્યો છે, જેથી હવે ભવિષ્યમાં આપણે પેટ્રોલિયમ પેદાશો માટે વિદેશ પર નિર્ભર નહીં રહેવું પડે અને સાથે જ કચરામાંથી પણ મુક્તિ મળશે અને એમાંથી 'કંચન' પેદા થશે. પ્લાસ્ટિકમાંથી ફ્યુઅલ બનાવવા દરમિયાન છેલ્લે રાખ વધશે એનો ઉપયોગ પણ રોડ બનાવવા માટે થશે. 


આ માટેનો પ્રયોગ પણ સફળ રહ્યો છે. આમ, હાલ જે પ્લાસ્ટિક માથાનો દુખાવો બન્યું છે એના અંતિમ અવશેષ સુધીનો સદુપયોગ થઈ જશે. આ પ્લાન્ટ પોલિક્રેક ટેકનોલોજી પર આધારિત છે અને માત્ર 24 કલાકની પ્રોસેસમાં કચરામાંથી ડીઝલ બને છે.