કચ્છ : આજરોજ રોજ વિશ્વ ઊંટ દિવસની ઉજવણીના ભાગ રૂપે આજે ભુજ ખાતે કચ્છ ઊંટ ઉછેરક સંગઠન દ્વારા 12મી સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં સહયોગ સહજીવન સંસ્થા અને તાંત્રીક સહયોગ ગાંધીનગરના પશુપાલન વિભાગનો રહ્યો હતો. ભુજ ખાતે માલધારીઓ દ્વારા વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને સાથે જ કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનની સાધારણ સભાનો આયોજન કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસ પાસે પહોંચી ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ, અષાઢી બીજે જુહાપુરાથી થશે શરૂઆત


આ સભામાં કચ્છમાં ઊંટના દૂધ ઉત્પાદન અને તે અંગેની ઉત્થાન સહિતની ચર્ચાઓ તથા ઊંટડીના દૂધનો ઔષધીય મહત્વ, સ્વચ્છ દૂધ કોને કહેવાય, સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે વ્યવહારુ જાણકારી, દૂધ દોહનની પ્રક્રિયા, દૂધ એકત્રીકરણ કરવાના વાસણો, એકત્રિત કરેલ દૂધની કાળજી વગેરે આંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખારાઇ ઊંટની વિશેષતા ખારાઇ ઊંટ સમગ્ર ભારતમાં માત્ર કચ્છ અને ખંભાતના અખાતના કાંઠે જ જોવા મળે છે. ખારાઇ ઊંટ દરિયાઇ ખાડીમાં તરી શકે છે, દરિયામાં તરવાની કુદરતી ક્ષમતા ફકત ખારાઇ ઊંટમાં જ છે અન્ય કોઇ ઊંટમાં નથી. દરિયાઇ ખાડીમાં થતા ચેરિયા(Mangroves) વનપસ્પતિના પાંદડા તેનો મુખ્ય ખોરાક છે. આ ઉપરાંત દરીયાકાંઠાની ખારી જમીનમાં થતા લાણો, ખારીજાર, પીલુડી જેવી વનસ્પતિનુ ચરીયાણ કરે છે. મુખ્યત્વે દરિયાઇ પ્રદેશની ખારી (ક્ષારવાળી) વનસ્પતિ જ તેનો આહાર હોવાથી તે ખારાઇ તરીકે ઓળખાય છે.


સુરતમાં પોલીસે MLA ને એટલો માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા? ચોંકાવનારો દાવો


ખારાઇ જાતિના ઊંટ જેને તાજેતરમાં જ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ દ્વારા અલગ નસલ તરીકે માન્યતા આપવામાં આવી છે. જેના રજિસ્ટ્રેશન નંબર INDIA_CAMEL _0400_KHARAI_02009 ખારાઇ દેશની નવમી ઊંટની ઓલાદ છે. ખારાઇ ઊંટ કચ્છનો અખાત અને ખંભાતનો અખાતના દરિયાકાંઠાના ગામોમાં જ જોવા મળે છે. ગુજરાતમાં ખારાઇ ઊંટની વસ્તી 3664 જેટલી છે, (સહજીવન સર્વે -2015) પરંતુ તેનાથી પણ વધારે વસ્તી હોવાની સંભાવના છે.


Gujarat Rain : ગુજરાતમાં ચોમાસાની ઠંડી એન્ટ્રી, જ્યાં 3 ઈંચથી વધુ વરસાદ હોવો જોઈએ ત્યાં માત્ર 1.5 ઈંચ વરસ્યો


ઊંટ છે તે પ્રકૃતિ માટે જરૂરી છે. આમ તો રાજસ્થાનની અંદર સૌથી વધારે ઊંટ છે, પરંતુ કચ્છ જિલ્લામાં પણ 12000 જેટલા ઊંટોની સંખ્યા છે. પરંતુ ડેરી, ચરિયાણ કે સંગઠનની વાત હોય ત્યાં કચ્છ જિલ્લામાં ઊંટના દૂધની સહકારી મંડળીઓ પણ રચાયેલી છે. વર્ષ 2024ને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ ઊંટ વર્ષ ઘોષિત કરવામાં આવ્યું છે, ત્યારે આખી દુનિયાને માર્ગદર્શન પૂરું પાડવાનું કાચ કચ્છ કરશે કારણકે અહીં ઊંટ પલકોની જે સહકારી મંડળી છે તે આખા દુનિયામાં ક્યાંય નથી.અહીંયાના ઊંટ પાલકોની સહકારી મંડળીનો ટર્ન ઓવર 1 કરોડ જેટલો થવા પામ્યો છે અને આજીવિકા પણ વધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube