મુસ્તાક દલ/ જામનગર: જામનગરમાં કોંગ્રેસના સિનિયર નગરસેવક દેવશી આહીર શહેરમાં ત્રીજું સ્મશાન બનાવવા મુદે સાત દિવસની નગરયાત્રાએ નીકળ્યા હતા, જે આજે પૂર્ણ થતાં મનપા વિપક્ષના નેતા અને કોંગ્રેસ નગરસેવકોની ઉપસ્થિતમાં મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપી શહેરમાં ત્રીજું સ્મશાન તાત્કાલિક બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાત દિવસ મનપા સામે વિરોધની નગરયાત્રા દરમિયાન કોંગ્રેસના નગરસેવકે શરીર પર નનામીના ફોટા વાળા બેનર લગાવી ઠેરઠેર અનોખો વિરોધ પણ દર્શાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કરજણ પેટા ચૂંટણી: પાટલી બદલ્યા બાદ અક્ષય પટેલની જીત સામે મોટો સવાલ, જાણો કેમ


જામનગર કોંગ્રેસના સિનિયર નગરસેવક દેવશી આહીર જામનગર શહેરમાં ત્રીજું સ્મશાન બનાવવા મુદે શરીર પર નનામી વાળા ફોટાના બેનર પહેરી શહેરની સાત દિવસની નગરયાત્રાએ નીકળ્યા હતા. જે આજે સાતમા દિવસે લાલબંગલા સર્કલ ખાતે પૂર્ણ થતા મહાનગરપાલિકાએ નગરસેવક દેવશીભાઈ આહીરની નગરયાત્રા આવી પહોંચતા વિરોધપક્ષ કોંગ્રેસના નેતા અલ્તાફ ખફી સહિત તમામ સભ્યો દ્વારા નગરયાત્રી દેવશીભાઈ આહીરનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચો:- પેટા ચૂંટણી: જાણો પાટીદાર અને મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ ધરાવતી કરજણ બેઠકનું ગણિત


તેમજ ત્યારબાદ નગરયત્રી દેવશીભાઈ આહીર અને વિપક્ષના તમામ સભ્યોએ જેએમસીના ડેપ્યુટી કમિશ્નર એ.કે.વસતાણીને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ કે જામનગરની મોટી વસ્તી સામે કોરોનાની મહામારીના પગલે બે સ્મશાનમાં મૃતકો અને પરિવારજનોને અગ્નિ સંસ્કાર માટે રાહ જોવી પડે છે, માટે જનરલ બોર્ડમાં મંજૂર થયેલ ત્રીજું સ્મશાન વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube