ગુજરાતી શિક્ષકનું અનોખું ટેલેન્ટ, `ઊંધું લખી અને બોલી શકે છે આ બહુમુખી પ્રતિભાના ધની`
ગોપાલ ભાઈ કપડવંજની જે.સી.દાણી વિદ્યાલયમાં પાંચ વર્ષથી બાળકોને ભણાવે છે. શિક્ષકની આવી અદભુત પ્રતિભા જોઈને બાળકો પણ ખુબ ખુશ થાય છે અને તેઓ પણ મજાથી ભણે છે. ઉલટું લખવાની સાથે સાથે ગોપાલ ભાઈ હુબહુ ચિત્રો પણ બનાવી શકે છે.
દિપક પદ્મશાળી/અમદાવાદ: કહેવાય છે ને કે શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા. સોશિયલ મીડિયા પર એક શિક્ષકની અનોખી પ્રતિભાનો વીડિયો સામે આવ્યો છે. કુદરતી માનવીના સર્જનમાં અનેકવિધ સુષુપ્ત શક્તિઓનો ખજાનો ભર્યો છે પરંતુ આવી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા માટે પ્રયત્નો અને સારા પ્લેટફોર્મની આવશ્યકતા છે. ગુજરાતના કપડવંજના શિક્ષક ગોપાલ પટેલ બહુમુખી પ્રતિભાના ધની છે. આ શિક્ષક ત્રણ ભાષાઓને ઉંધું લખી અને બોલી શકે છે, એટલું જ નહીં, ગમે તે ગીતને ઉલટું લખી પણ શકે છે અને ગાઈ પણ શકે છે. શિક્ષકની અદભુત પ્રતિભાથી લોકો પ્રભાવિત થયા છે. તો કેવી છે શિક્ષકની અદભુત પ્રતિભા તેના વિશે અમે તમને જણાવીશું.
તમે આજ સુધી ઘણા શિક્ષકોને ભણાવતાં જોયા હશે. ઘણા શિક્ષકો પોતાના ભણાવવાના અનોખા અંદાજને લઈને ચર્ચામાં રહેતા હોય છે. પણ સોશિયલ મીડિયા પર હાલ એક શિક્ષક તેમના અનોખા ટેલેન્ટને લઈને ચર્ચામાં છે, આ શિક્ષક બીજું કોઈ નહી પરંતુ કપડવંજના શિક્ષક ગોપાલ પટેલ છે. ગોપાલ પટેલ બહુમુખી પ્રતિભાના ધની છે. તમે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં આ શિક્ષકને બોર્ડ પર લખતાં જોઈ શકો છો. બોર્ડ પર તમને અટપટી ભાષા લખેલી દેખાશે તો આ કોઈ અટપટી ભાષા નહીં પણ ગુજરાતી ભાષા જ છે. આ શિક્ષક ગુજરાતી ભાષાને ઊંધી રીતે લખી રહ્યા છે. આ શબ્દોને અરીસામાં જોતાં આ શબ્દો સરખી રીતે વાંચી શકાશે. ફક્ત એક જ ભાષા નહીં પણ ગોપાલ ભાઈ હિન્દી અને અંગ્રેજીને પણ ઊંધી રીતે લખી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube