અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
કેતન બગડા/અમરેલી: લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
સામાન્ય રીતે ભાગવત કથા 7 કે 9 દિવસ ચાલતી હોય છે. પરંતુ લાઠી તાલુકાના ભીંગરાડ ગામેં ભાગવત કથા એક વર્ષ ચાલશે. આ કથા 16/11/18ના રોજ શરૂ થઈ છે. આજે આ કથાનો 100મો દિવસ હતો. લોકો 7 કે 9 દિવસ સુધી કથા સાંભળવા જતા હોય છે. પરંતુ ભીંગરાડ ગામે ભાગવત કથા 365 દિવસ ચાલશે. આ સાંભળીને સૌને આશ્ચર્ય થાય છે. આ કથા સાંભળવા ભીંગરાડ ગામ ઉપરાંત સુરત,અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાંથી લોકો આવે છે.
બહાર ગામથી આવતા લોકો માટે અહીં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવાની સાથે અહીં બે ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા સ્થાનિક લોકો તરફથી કરવામાં આવી છે. અહીં લોકો સ્વંયમભુ અલગ અલગ ખાદ્ય સામગ્રીનું દાન પણ કરે છે. અહીં કોઈ પણ જાતનું દાન સામેથી માંગવામાં આવતું નથી.
ભાગવત કથાના 100 દિવસ પૂર્ણ થતાં કથાકાર મહેશભાઈ જોશી દ્વારા કથા સાંભળવા આવતા લોકો પાસેથી વ્યસન મુક્તિ તેમજ 14મી તારીખે પુલવામામાં શહિદ થયેલા જવાનોને વ્યાસપીઠ ઉપરથી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. અહીં રોજ 400 થી 500 લોકો ભાગવત સપ્તાહ સાંભળવા આવે છે. ગામ લોકોના સહયોગથી ભોજનની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
રક્ષા મંત્રી નિર્મલા સીતારામને કર્યો સ્વિકાર, નથી જળવાતું પૂર્વ સૈન્ય જવાનોનું સન્માન
ભાગવત સપ્તાહમાં અનેક પ્રસંગોની પણ વિવિધ રીતે ઉજવણી કરવામાં આવે છે. લોકો ગરબા રાસ માટે નવરાત્રીની રાહ જોતા હોય છે. પરંતુ ભીંગરાડ ગામની ભાગવત સપ્તાહમાં રોજ કૃષ્ણ ભક્તિના રાસ રમવામાં આવે છે. અહીં નાના છોકરાથી લઈ મોટી ઉપરના સ્ત્રી અને પુરૂષો કૃષ્ણ ભક્તિના રાસ રમે છે.
સરકારની આયુષ્માન યોજનાને નામે લિંક બનાવી આ રીતે થઇ રહી છે ડેટા ચોરી
અહીંના સ્થાનિક વિશાલભાઈ સાથે વાત થતા તેમને જણાવ્યું હતું કે કથાકાર મહેશભાઈ જોશીનું આ 365 દિવસ કથાનું એક અનુષ્ઠાન છે.અહીં સહીતના કલાકારો રોજ બદલાતા રહે છે.આ કથાની પુર્ણાહુતી 28/10/19 ના રોજ થશે.લિમ્કાબુકમાં તેમજ ગિનિસ બુકમાં આ કથાની નોંધ લેવામાં આવે તો નવાઈ નહિ.
કિશોરીના ફોટાનો ઉપયોગ કરી કોલગર્લ દર્શાવી રૂપિયા પડાવતો યુવક ઝડપાયો
અહીં સવારે 9 થી 12 અને બપોરે 3:30 થી 5:30 સુધી કથા શરૂ રહે છે.તો સાંજે 6 વાગે મહાઆરતી તેમજ પ્રસાદનું પણ આપવામાં આવે છે.ત્યારે અમદાવાદનો એક પરિવાર પણ અહીં કથા સાંભળવા આવેલ છે જેની સાથે વાત કર્યા તેમને જણાવ્યું હતું કે અમે જયારે સાંભળ્યું ત્યારે અમને પણ આશ્ચર્ય થયું પરંતુ અહીં આવ્યા પછી અને સુંદર આયોજન જોઈને ખુશી પણ વ્યક્ત કરી હતી.