પ્રેમલ ત્રિવેદી/પાટણ: સમગ્ર રાજ્યમાંથી બાધા આખડી પુરી થયા બાદ અહીં શ્રદ્ધાળુઓ મિનરલ વોટર ચડાવવા આવે છે. વર્ષો પહેલા આ જગ્યાએ કાળજા કંપાવી દે તેવો અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાળકોના પાણી પાણી બોલીને જીવ ગયા બાદ લોકોએ અહીં મિનરલ વોટર ચઢાવવાનું કર્યું શરૂ. જોતજોતામાં આસ્થાનું અને માનતાનું પવિત્ર સ્થળ બની ગયું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતમાં અનેક એવા શ્રદ્ધાવાળા સ્થળો છે કે જ્યાં વિશિષ્ટ પ્રકારની ખાસિયતો ધરાવે છે અને આસ્થા તેમજ  શ્રદ્ધા હોય ત્યાં સૌ કોઈ નમસ્તક થાય છે. પાટણ જિલ્લામાં પણ આવુ જ એક સ્થળ છે, જ્યાં નથી કોઈ ભગવાન કે નથી દેવીદેવતાનો ફોટો... છતાં પણ સમગ્ર રાજ્યના અનેક લોકો અહીં શ્રદ્ધાથી આવે છે, માનતા માને છે અને માનતા પુરી થયા બાદ અહીં પ્રસાદી ચઢાવીને જાય છે. પરંતુ અહીંયા જે માનતા માં પ્રસાદી ચઢાવવામાં આવે છે તેમાં પેડા કે અન્ય મીઠાઈ નહીં પણ અહીં મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલોને પ્રસાદી તરીકે ચઢાવવામાં આવે છે.


થાઇ મસાજ ખૂબ સાંભળ્યું...પણ આ ગુજ્જુ ખેડૂતે થાઇ જામફળની ખેતી કરી જમાવટ કરી દીધી


વર્ષો પહેલા ચાણસ્મા-મોઢેરા હાઈ-વેના આ સ્થળ પર ખતરનાક અકસ્માત થયો હતો અને જે અકસ્માતમાં બાળકો સ્થળ પર જ પાણી પાણીની ચીસો પાડતા રહ્યા અને તેમનું મોત થઇ ગયું. પાણી ના મળવાના કારણે તડપીને થયેલ મોત બાદ સૌ કોઈ લોકોને મનમાં જે એક્સિડન્ટની ઘટનામાં બાળકોનું મોત થયું હતું. તેમના પ્રત્યે સહાનુભૂતિ સ્રજાયી અને ત્યારથી આજદિન સુધી અહીંયા મિનરલ વોટરના પાઉચ તેમજ બોટલો અહીંયા ચઢાવવામાં આવે છે. અહીં માત્ર ઈંટોની ગોખ બનાવી તેમાં દીવો પ્રગટાવવામાં આવે છે. જે આજે આસ્થાનું કેન્દ્ર બનવા પામ્યું છે.



હવે તો અમદાવાદમાં સાયકલ ચલાવવા પણ ચૂકવવા પડશે તોતિંગ રૂપિયા!


સમય ધીરે ધીરે આગળ વધતો રહ્યો અને એક્સિડન્ટ થયેલ ગોજારી જગ્યા આશ્થાના સ્વરૂપે પ્રખ્યાત થવા લાગી. જેમના કામ ના થતા હોય તેવા અનેક લોકો આ જગ્યા પર આવીને શ્રદ્ધાથી માનતા માનવા લાગ્યા અને માનતા પુરી થયા બાદ પ્રસાદી તરીકે મિનરલ વોટર ચઢાવવા લાગ્યા. આજે પણ અહીંયા એક ઝાડ નીચે થોડીક ઈંટો મૂકીને શ્રદ્ધાળુઓ માનતા પુરી થયા બાદ અહીંયા દીવો કરે છે, પગે પડે છે અને બાધા છોડે છે .



મનની આંખથી કરે છે મોટી કમાણી, ગૌમૂત્ર- આકડાંના પાનનો એવો કર્યો પ્રયોગ કે ધનના ભંડાર.


અલગ અલગ ધર્મ અને અલગ અલગ દેવી દેવતાઓને શ્રદ્ધાથી પેડા, શ્રીફળ કે મીઠાઈ ચઢાવવામાં આવતી હોય છે. પરંતુ પાટણ જિલ્લાનું ચાણસ્મા-મોઢેરા હાઇવે પર વર્ષો પહેલા થયેલ અકસ્માત બાદ મિનરલ વોટર ચઢાવીને માનતાઓ પુરી કરવામાં આવે છે. એ શ્રદ્ધા અલગજ આસ્થા ધરાવે છે.