આ શિવાલયમાં શ્રાવણ મહિનામાં ચાંદીની અલભ્ય મૂર્તિ આવે છે અને ત્યાર બાદ ગાયબ થઇ જાય છે
મહાદેવની ભક્તિમાં તરબોળ થવાનો સમય એટલો પવિત્ર શ્રાવણ માસ આ માસમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. પોરબંદરમાં આવેલ લંકેશ્વર મહાદેવનુ મંદિર પણ શિવભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર ગણાય છે કારણ કે અહી એક ઘુમટ એટલે કે એક જ મંદિરમાં બે શિવલીંગો છે. ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના અભિષેક કરતા જોવા મળે છે.
અજય શીલુ/પોરબંદર: મહાદેવની ભક્તિમાં તરબોળ થવાનો સમય એટલો પવિત્ર શ્રાવણ માસ આ માસમાં શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતા હોય છે. પોરબંદરમાં આવેલ લંકેશ્વર મહાદેવનુ મંદિર પણ શિવભક્તો માટે આસ્થાનુ કેન્દ્ર ગણાય છે કારણ કે અહી એક ઘુમટ એટલે કે એક જ મંદિરમાં બે શિવલીંગો છે. ભોળાનાથની ભક્તિમાં લીન થવાનો સમય એટલે શ્રાવણ માસ આ માસમાં શિવભક્તો મહાદેવના મંદિરે જઈને પૂજા અર્ચના અભિષેક કરતા જોવા મળે છે.
અમદાવાદનો આ વિસ્તાર ગુનેગારોનું હોટસ્પોટ, તીક્ષ્ણ હથિયાર વડે આધેડની જાહેરમાં હત્યા
પોરબંદરના શિવભક્તો માટે શીતળા ચોક વિસ્તારમાં આવેલ લંકેશ્વર મહાદેવનુ મંદિર આસ્થાનું કેન્દ્ર ગણાય છે. એક જ મંદિર-એક જ ઘુમટની નીચે બિરાજમાન છે મહાદેવના બે શિવલીંગો. જેમાં એક છે દુધેશ્વર મહાદેવ તો બીજા છે લંકેશ્વર મહાદેવ,કહેવાય છે કે,લંકેશ્વર મહાદેવની શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી અને તે 350 વર્ષ કરતા પણ જુની શિવલીંગ છે. તો આ જ મંદિરનો જીર્ણોધ્ધાર અને દુધેશ્વર મહાદેવ મંદિરના શિવલીંગની સ્થાપના 100 વર્ષ પૂર્વે રાજમાતા જાલીમાં દ્વારા કરાઈ હોવાનો ઉલેખ્ખ મંદિરમાં આવેલ શિલાલેખમાં જોવા મળે છે. આ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવતા હોય છે. તેમાં પણ શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં અવનવા શિવદર્શન અને 100 વર્ષથી જુની આ મંદિરની ચાંદીની અલભ્ય મૂર્તિઓ કે જે શ્રાવણ માસ પુરતી જ મંદિરે લાવવામાં આવે છે.ત્યાર બાદ ટ્રેઝરી ખાતામાં જમા કરાવી દેવામાં આવતી હોય છે. જ્યાં સુધી આ મુર્તીઓ આ મંદિરમાં હોય ત્યા સુધી તેમની સુરક્ષા માટે એક પોલીસ જવાનને મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા માટે રાખવામાં આવે છે.
Health Minister નીતિન પટેલની ચેતવણી, બધા લોકોએ રસી લેવી જરૂરી અને જો કોઈ વેક્સીન નહીં લે તો...
પોરબંદરમાં આવેલા પ્રાચીન લંકેશ્વર મહાદેવના દર્શનાર્થે દરરોજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે. એવી પણ લોકવાયકા છે કે, લંકેશ્વર મહાદેવના મંદિરે સાત નારીયળ અને ચુંદડી ચડાવી કોઈ પણ મનોકામના કરવામાં આવે તો લંકેશ્વર મહાદેવ તેમની મનોકામના જરૂરથી પૂર્ણ કરે છે. તો દુધેશ્વર મહાદેવનો પણ દુધ ચડાવી કોઈ પૂજા અર્ચના કરતા તેમની મનોકામના પૂર્ણ થાય છે. જેથી શિવભક્તો સવારથી જ અહી પૂજા અર્ચના કરતા જોવા મળે છે. તો એવું પણ કહેવાઈ છે કે,સ્વામી વિવેકાનંદ જ્યારે પોરબંદરમાં આવ્યા હતા ત્યારે તેઓએ આ મંદિરના દર્શન કર્યા હોવાનો ઉલેખ્ખ ઈતિહાસમાં જોવા મળે છે. હાલ તો પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો લંકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.
15 ઓગસ્ટના દિવસે રાજ્યના ખેડૂતોને એક દિવસમાં રેકોર્ડ 10.3 કરોડ યૂનિટ વીજળી આપવામાં આવીઃ સૌરભ પટેલ
પવિત્ર શ્રાવણ માસ હોવાથી શિવભક્તો જુદા-જુદા શિવાલયોમાં જઈ મહાદેવની ભક્તિમા લીન છે. ત્યારે પોરબંદરના આ લંકેશ્વર મહાદેવના મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. કારણ કે એક જ મંદિરમાં લંકેશ્વર અને દુધેશ્વર મહાદેવના દર્શન થાય છે. દરરોજ સવારથી સાંજ સુધી આ મંદિરમાં શિવભક્તો દ્વારા થતા ઓમ નમ શિવાય અને હર હર મહાદેવના ઉચ્ચારણથી આસપાસનું વાતાવરણ પણ શિવમય બની જતું હોવાની અનુભૂતિ થયા વિના રહેતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube