સપના શર્મા/અમદાવાદ: કલા ક્ષેત્રે અનેક ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાય છે. ત્યારે આજે શ્રેયસ ફાઉન્ડેશનના ઓપન થિયેટર ખાતે 300 જેટલાં તબલા પ્લેયર્સ વિદ્યાર્થીઓએ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. વિવિધ ક્ષમતાના બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તબલાના શિક્ષક એવા મુંજાલ મહેતાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે આ તમામ બાળકો જુદી જુદી સંસ્થાઓમાં વગાડવાનું શીખી રહ્યા છે અને પ્રથમ વખત તેમણે 2011માં ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું અને આજે બીજી વાર મેળવશે. આ રેકોર્ડ એક રીલે રેકોર્ડ છે કે જેમાં એક સ્ટુડન્ટ 20 સેકન્ડ સુધી વગાડશે તેનું ફિનિશ થશે એટલે તરત જ બીજો સ્ટુડન્ટ વગાડશે. એટલે વચ્ચે વિદ્યાર્થીને કોઈ જ ગેપ નહીં મળે. આ કાર્યક્રમમાં પૂર્વ મેયર અસિત વોરા, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના જજ તેમજ અન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.


ધ મોસ્ટ પીપલ ઈન અ હેન્ડ ડ્રમિંગ રીલેમાં અમદાવાદના 300 જેટલા તબલા વાદકોએ ગિનિસ બુક ઓફ વલ્ડ રેકોર્ડ પોતાના નામ કર્યું. આજે આ રેકોર્ડ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યું છે. આ રેકોર્ડ શ્રેયસ ફાઉન્ડેશન ખાતે સર્જવામાં આવ્યો છે. જયારે 16 ઓક્ટોમ્બરમાં ગુજરાત યુનિવર્સિટીના શ્રી રંગમ નાટ્યશાળા ઓપન એયર થિયેટર, ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ ખાતે 250 તબલા વાદક સતત 75 કલાક સુધી તબલા વગાડીને વર્લ્ડ રેકોર્ડ સર્જશે. લગભગ 1 વર્ષથી તમામ તબલા વાદક આ માટે મહેનત કરી રહ્યા હતા.


જુઓ આ પણ વીડિયો:-