રાજુ રૂપરેલીયા/દ્વારકા: દેવભૂમિ દ્વારકાના શિવરાજ પુર ગામે કોમી એખાલ્સ્તારૂપ જાકુબ્શા દાદાના ઉર્ષ નિમિતે દર ભાદરવી પૂનમના અહીમલ્લ કુસ્તી જુનવાણી ઢબે યોજાય છે. અને 500 વર્ષથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય લોકો ખુબજ ઉત્સાહથી કુસ્તી લડી આનંદ મેળવે છે. દ્વારકાથી 10 કિમી દુર આવેલ મુસ્લિમ સ્થાનક પણ હિંદુઓનું માનીતું સ્નાતક ગણાતું જકુબ્ષા દાદાની દરગાહે તેમના ઉર્ષ નિમિતે મેળો ભરાય છે. અને દુરદુરથી અહી મલ્લ કુસ્તીબાજો ભેગાથી કુસ્તી લડે છે.  મોટી સંખ્યામાં કુસ્તીબાજોનો અહી મેળાવડો જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજા મહારાજાઓ પોતાના સૈન્યમાં ભરતી કરવા આવ કુસ્તી મેળા યોજતાઅને સારા કુસ્તીબાજોને સૈન્યમાં ભરતી કરતા ત્યારના સમયથી આ કુસ્તી મેળા અહી યોજાય છે. ગામલોકો તરફથી વિજેતા કુસ્તીબાજોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. કહેવાય છે કે, મહાભારતના સમયથી આ કુસ્તી મેળો યોજાતો હોવાનું લોકમુખે સાંભળવા મળ્યું છે. જે પરંપરા આ વિસ્તારના લોકો દ્વારા હજુ પણ ચાલુ રખવામાં આવી છે.


કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ


આ મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે અને ભવ્ય લોક સંસ્કૃતિની ઝલક આ મેળામાં જોવા મળે છે. કુસ્તી સાથે કોમી એખાલ્સ્તાના દર્શન પણ મેળામાં થાય છે. બીજી વાત મુજબ અહી લગભગ 450વર્ષ પહેલા ધર્મ નિર્પેક્ષ જકુબ શાદાડા થઇ ગયા જેઓ ને બે ઘેટા હતા. આ ઘેટાઓ આજુબાજુના ખેડૂતોનો પાક ચારી જાકુબ શા પીરે બંને ઘેટાને પથ્થર બનવી દેતા આ પત્થર રૂપી ઘેટા ઓ આજે પણ અહીં પથ્થર રૂપે જોવા મળે છે.


અનોખો વિરોધ: ‘ હિટલરશાહી સરકારના ત્રાસથી આ બાઇકે આત્મહત્યા કરી’


80થી 100 કિલો વજનના પથરોને તેજ વય્ક્તિ માત્ર એક આંગળી થી ઉપાડી સકે જેના પર જા કુબ્ષા દાદાની કૃપા હોય પછી ભલેને તે કુસ્તીબાજ પણ હોય જો કૃપા ન હોય તો તે ન ઉપાડી શકે. આ પથ્થર આ લોક વાયકાથી અનેક યુવાનો આસ્થાળુઓ આ પત્થરને ઉપડવા પોતાની શ્રદ્ધા પુરવાર કરતા જોવા મળતા હોય છે.


જુઓ Live TV:-