કિજલ મિશ્રા/અમદાવાદ: રાજયભરમાં સ્ટેસ્યુ ઓફ યુનિટી માટે એકતા રથનુ પ્રસ્થાન કરાવવામાં આવ્યુ છે. ત્યારે અમદાવાદથી 8 રથનું ઉત્તર ઝોન માટે ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. અંખડ ભારતના પ્રણેતા સરદાર પટેલની 182 ફૂટની પ્રતિમાનું 31 ઓક્ટોબરે લોકાર્પણ કરાશે. ત્યારે 19 ઓક્ટોબરથી જ રાજ્યભરમા 60 થી વધુ રથ ખુલ્લા મુકાયા છે. આ તમામ રથો 30 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ગામડાઓમા ફરશે. જેના દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી અંગે લોકોને જાણ કરવામા આવશે સાથે જ સરદાર પટેલના જીવન પર નિર્મણ કરેલી શોર્ટ ફિલ્મ પણ બતાવવામા આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાના નિર્માણ અંગે પણ લોકોને અવગત કરાવાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના નિકોલ ખાતેથી પ્રદીપ સિહ જાડેજા દ્વારા રથને ફલેગ ઓફ કરાવવામા આવ્યા હતા. આ રથ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી પાટણ મહેસાણા તથા કચ્છમાં લોકો વચ્ચે ફરશે. મહત્વનુ છે કે રાજ્ય અને કેન્દ્ર સરકાર માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માનો એક પ્રોજેક્ટ છે જેના દ્વારા વૈશ્વિક સ્તરે  સરદાર પટેલને સન્માન આપવાની સાથે સાથે કોગ્રેસ દ્વારા સરદારને થયેલા અપમાનની વાત લઇને 2019 ની ચૂંટણીનાં મેદાનમાં જશે જો કે તેના પ્રચાર પ્રસારના સરકાર અને સંગઠનની ઉણપ સીધી રીતે દેખાઇ રહી છે.


વધુ વાંચો...અમદાવાદ: પોલીસની ટ્રાફિક ડ્રાઇવ, હવે આ નિયમનો ભંગ કર્યો તો નોંધાશે ગુનો


કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓની પાંખી હાજરી 
અમદાવાદના કાર્યક્રમમાં એક પણ સાંસદ હાજર રહ્યા ન હતા. તો કાર્યક્રમમા સંખ્યામા ઉણપ પણ દેખાઇ હતી જેને લઇને ગૃહ પ્રધાન પ્રદીપ સિહ જાડેજાએ પણ નારાજગી વ્યક્ત કરી હતી સાથે જ સંખ્યા ન આવતા ખુરશી ખાલી રહેવાની બીક થી છેલ્લી ધડીએ ખાલી ખુરશીઓ ને પોડીયમ ની બહાર વહીવટી તંત્ર દ્વારા મૂકી દેવામા આવી હતી.