રાજ્યમાં શ્રીકાર વર્ષા: જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદની આગાહી, અ`વાદ ગાંધીનગરમાં વરસાદ
રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.
અમદાવાદ : રાજ્યમાં ચોમાસાનો વિધિવત્ત પ્રારંભ થઇ ચુક્યો છે. સાર્વત્રીક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદનાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંય ઓછો વરસાદ પડી ચુક્યો છે.
ગુજરાતમાં એકલા રહેતા વૃદ્ધો નથી સલામત, અમરેલીમાં દંપતીની ઘાતકી રીતે હત્યા કરાઈ
સવારે ઘોડાસર, ઇસનપુર, સીટીએમ અને નારોલ નરોડા હાઇવેનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બપોરે એસ.જી હાઇવે, વેજલપુર, મકરબા સહિતનાં એસજી હાઇવેનાં મોટા ભાગનાં વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. 14 કલાકમાં 100 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. તેવામાં હવામાન વિભાગે આવતી કાલે 2 દિવસ દરમિયાન રાજ્યમાં અનેક સ્થળે વરસાદની આગાહી કરી છે.
તૂટવાની કગાર પર છે વલસાડની આ જેટી, શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની રાહ જોઈ રહ્યું છે?
હવામાન વિભાગના અનુસાર સમગ્ર ગુજરાતમાં વરસાત થઇ ચુક્યો છે. ચોમાસુ કચ્છ સુધી પહોંચી ચુક્યું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે જામનગર અને દેવભુમિ દ્વારકામાં ભારે વરસાદની આગીહી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સુચના અપાઇ ચુકી છે. પવનની ગતિ 50થી 60 કિલોમીટર રહેવાની શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube