અર્પણ કાયદાવાલા/અમદાવાદ : રાજ્યમાં ચોમાસુ શરૂ થતાની સાથે જ મેઘરાજાની પધરામણી થઇ ચુકી છે. રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વત્તા ઓછા પ્રમાણમાં વરસાદ પડી ચુક્યો છે. ત્યારે રાજ્યનાં આર્થિક પાટનગર અમદાવાદમાં પણ આજે 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જો કે એક ઇંચ વરસાદમાં જ શહેર પાણી પાણી થઇ ગયું હતુ. તંત્રના તમામ દાવાઓ ધોવાઇ ગયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદમાં ભારે વરસાદનાં પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. શહેરના પૂર્વ અને પશ્ચિમમાં સારો એવો વરસાદ પડતા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. સરેરાશ એક ઇંચ વરસાદમાં જ એએમસી તંત્રની પોલ ખુલી હતી. પાણી નહી ભરાવાના તંત્રના તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા અને પાણી સાથે વહી ગયા હતા. 


શહેરના સામાન્ય તો ઠીક પરંતુ પોશ ગણાતા વિસ્તારોમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. સરેરાશ એક ઇંચ વરસાદ બે કલાકમાં નોંધાતા જ આટલું પાણી ભરાઇ જતા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બપોરે 1 થી 3 માં સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારમાં 2 ઇંચ સુધીનો વરસાદ પણ નોંધાયો હતો. ઓઢવ 45.50 મીમી, વિરાટનગર 46.50 મીમી, કોતરપુર 47 મીમી વરસાદ નોંધાયો હતો. મણીનગર 41.50 મીમી, ચકૂડીયા 34 મીમી, દૂધેશ્વર 40 મીમી ,પાલડી કંટ્રોલ 49 મીમી વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજના બે ગેટ દોઢ ફુટ સુધી ખોલી 2900 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube