• એસઓજી અને એએચટીયુની ટીમે આરોપીનું ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પરાસિયામાંથી લોકેશન મેળવ્યું હતું. જેમાં સગીરા મળી આવી

  • ઊંઝાનો આ કિસ્સો અનેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે. તેમણે હવે પોતાના સંતાનો પર નજર રાખવાનો સમય આવી ગયો


ઝી મીડિયા/બ્યૂરો :હ્યુમન ટ્રાફિકિંગ અને ચાઈલ્ડ ટ્રાફિકિંગ સતત વધી રહ્યુ છે. ગુમ થયેલાં બાળકો, બાળકીઓ તેમજ સગીર વયના ગુમ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સગીર વયના કિશોરો કિશોરીઓને ફોસલાવીને તેમને લઈ જવામાં આવે છે. અનેક જિલ્લાઓમાં આ નેટવર્ક ફેલાયેલું છે. ત્યારે હવે એસઓજીની ટીમ અને હ્યુમ ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ગુમ થયેલા બાળકો અને કિશોરોને શોધવા અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત મહેસાણાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 13 વર્ષની વયે મહેસાણામાંથી ભાગી ગયેલી કિશોરી રાજસ્થાનમાંથી મળી આવી છે. એ પણ બે દિવસના નવજાત બાળક સાથે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : સતત ટ્રાફિકથી ધમધમતો અમદાવાદનો આ ફ્લાયઓવર આજથી ચાર દિવસ બંધ રહેશે 


આ કિસ્સો ઊંઝાનો છે. ઊંઝામાં 3 વર્ષ પહેલા 13 વર્ષની કિશોરોને ભગાડી જવાની ઘટના બની હતી. દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતો ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાનો યુવક નાગલપુરની સગીર વયની કિશોરીનું અપહરણ કરીને ભાગી ગયો હતો, તેથી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. તેથી આ કિશોરીને શોધવાની કામગીરી હાથ ધરાઈ હતી. પરંતુ પોલીસે તેની શોધ કરી તો તે પણ વિચારમાં મૂકી ગઈ હતી. એસઓજી અને એએચટીયુની ટીમે આરોપીનું ઉત્તરપ્રદેશના દેવરિયા જિલ્લાના પરાસિયામાંથી લોકેશન મેળવ્યું હતું. જેમાં સગીરા મળી આવી હતી. પરંતુ 16 વર્ષની થઈ ગયેલી સગીરા બે દિવસના નવજાત સાથે મળી હતી. 


આ પણ વાંચો : રાજકોટ બાદ જૂનાગઢમાં ત્યજી દેવાયેલુ બાળક મળ્યું, કોઈ પાપ છુપાવવા ઝાડીમાં મૂકીને ગયું 


ઊંઝાનો આ કિસ્સો અનેક માતાપિતા માટે લાલબત્તી સમાન છે. તેમણે હવે પોતાના સંતાનો પર નજર રાખવાનો સમય આવી ગયો છે. મહેસાણા એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે છેલ્લા 6 મહિનામાં આ અભિયાન તેજ કર્યું છે. જેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ જેવાં રાજ્યોમાં તેમજ ગુજરાતના સુરત, બનાસકાંઠા, અમદાવાદ, રાજકોટ સહિતના જિલ્લામાંથી 19 કિશોરીને શોધીને વાલી વારસોને સોંપી છે.