મહેસાણાઃ ઊંઝા ઉમિયાધામમાં પાટીદારો દ્વારા લક્ષચંડી યજ્ઞનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 18 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી આયોજિત આ મહાયજ્ઞમાંઅનેક કલાકારો, ગાયકો સ્ટેજ પર પરફોર્મન્સ આપશે અને સાથે જ વિવિધ સાંસ્કૃતિક-પૂજાપાઠના કાર્યક્રમો પણ યોજાતા રહેશે. આજે પ્રથમ દિવસે બુધવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉમિયાધામ પહોંચીને મા ઉમિયાના આશીર્વાદ લેશે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ હાજરી આપશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે પ્રથમ દિવસે ઉમિયા ધામ ખાતે પાટીદારોએ અનેક નવા રેકોર્ડ સર્જ્યા હતા, જેની વિગતો લક્ષચંડી યજ્ઞના આયોજનના ચેરમેન એમ.એસ. પટેલે આપી હતી. લક્ષચંડી યજ્ઞ દરમિયાન નીચે મુજબના વિવિધ રેકોર્ડ સર્જાયા હતા.  


  • 15 હજારથી વધુ સિડ્સ બલૂન છોડી બનાવ્યો રેકોર્ડ. 

  • 8890 લોકોએ માં ઉમિયાનો જયઘોષ કરી બનાવ્યો રેકોર્ડ.

  • એકજ જગ્યાએ 20 હજારને ઉતારો આપી બનાવ્યો રેકોર્ડ. 

  • 350 એકરમાં જમીન પર લિલી જાજમ પાથરી બનાવ્યો રેકોર્ડ.

  • 16 લાખ 80 હજાર લાડુ બનાવવાનો રેકોર્ડ. 

  • દરરોજ 2 લાખથી વધુ લોકો દ્વારા એકસાથે શાકાહારી ભોજન લેવાનો રેકોર્ડ.

  • 10 લાખથી વધુ આમંત્રણ પત્રિકા સ્વયંસેવકો દ્વારા વિતરણ કરી બનાવ્યો રેકોર્ડ. 

  • 550 એકરમાં વિસ્તારમાં એકસાથે વિવિધ કાર્યક્રમો કરી બનાવ્યો રેકોર્ડ.

  • યજ્ઞશાળામાં 1 લાખ ચંડીપાઠ, 11 બ્રાહ્મણો દ્વારા 1 કરોડ શ્લોકોચ્ચારણ દ્વારા બનાવ્યો રેકોર્ડ.

  • પ્રતિદિન 21 હજાર લીટર ચા બનાવી 5 લાખ 46 હજાર કપમાં પીરસવાનો રેકોર્ડ સર્જ્યો


લક્ષચંડી યજ્ઞ શરૂ થવાના એક દિવસ પહેલા ઊંઝામાં પાટીદારોએ બતાવ્યો પોતાનો ‘સુપરપાવર’


લક્ષચંડી મહાયજ્ઞ આયોજનની વિશેષતાઓ
800 વિઘા જમીનમાંથી 300 વિઘા જમીન પર 80 ફૂટ જેટલી વિશાળ યજ્ઞ શાળા મા ઉમિયાધામનું મુખ્ય આકર્ષણ છે. સાથે જ મા ઉમિયાના તેડાને માન આપીને આવનારા પાટીદારોના મનોરંજન માટે બાળ નગરી, સાંસ્કૃતિક કાર્યકમો, સાત્વિક ભોજન પ્રસાદ, વિવિધ થીમ આધારિત એક્ઝિબિશન, પાર્કિગ, વીઆઈપી પાર્કિગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેન્દ્ર, તાત્કાલિક સારવાર માટે મેડિકલ સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....