તેજસ દવે/મહેસાણા :પાટીદારોનાં કુળદેવી મા ઉમિયા (Umiya Maa) ના ધામ ઊંઝામાં આવતી કાલથી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ (Unjha Lakshachandi Mahayagya)   રૂડો અવસર શરૂ થવાનો છે. તેના માટે માનું તેડું આવતાં સેંકડો ભક્તો ઊંઝા પહોંચ્યા છે. પાટીદારો (Patidar Samaj) ના લક્ષચંડી મહાયજ્ઞને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આ યજ્ઞના 5 દિવસ દરમિયાન 4 લાખથી વધુ NRI પાટીદારો ઊંઝા પહોંચશે. ઊંઝામાં 18 થી 22 ડિસેમ્બર દરમિયાન આ મહાયજ્ઞ (lakshya chandi yagya) યોજાશે. જેનો મુખ્ય હેતુ પાટીદારોને એક કરવાની સાથે સામાજિક સમરસતાનો પણ છે. પાટીદારોમાં હજુ પણ કેટલોક વર્ગ ખેતી સાથે સંકળાયેલો છે અને ગરીબ પણ છે, જેને આગળ લાવવા માટે સોલા ઉમિયા કેમ્પસ ખાતે નવી સુવિધાઓ ઉભી કરાશે. આ યજ્ઞના માધ્યમથી પાટીદારોને સશક્ત બનાવવા અને તમામને સાથે લઇને ચાલવાનો મુખ્ય ઉદ્દેશ છે. પાટીદારોના આ યજ્ઞથી સમાજના તમામ લોકોને જોડીને માનું તેડું મોકલવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : પતિએ આવીને જોયું તો પત્નીની લાશ લોહીથી ખદબદતી હતી અને દીકરી રૂમમાં બંધ હાલતમાં હતી


વિવિધ સમાજ ઉપરાંત રાજકીય અગ્રણીઓને પણ આમંત્રણ મોકલાયું છે. પાટીદાર આગેવાનોનો દાવો છે કે, આ કાર્યક્રમ ધાર્મિક અને સામાજિક છે, પણ સમાજને મદદ કરનાર તમામ લોકોને આમંત્રણ અપાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19 ડિસેમ્બરે હાજર રહેશે. આ ઉપરાંત 21 ડિસેમ્બરે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર પણ હાજર રહેશે. સમાજના યુવાનોના વિરોધને લઇને પણ આગેવાનોએ સરકારને જાણ કરી છે. સમાજના યુવાઓના મન કેટલીક બાબતોને લઇને દુખી છે, ત્યારે આ બાબતે પણ ઝડપથી ઉકેલ આવે તે માટે આગેવાનોએ સરકારમાં રજૂઆત કરી છે. સાથે જ આ ભવ્ય આયોજનથી રાજ્યમાં પાટીદારોના રાજકીય પ્રભુત્વની ચર્ચાએ પણ ફરી જોર પકડ્યું છે. 


મિત્રને મળવા ગયેલા મહેસાણાના ગુજરાતી પર અમેરિકામાં લૂંટારુઓ ત્રાટક્યા, ગુમાવ્યો જીવ


યજ્ઞમાં કયા રાજકીય આગેવાનો ક્યારે હાજર રહેશે 


  • 18 ડિસેમ્બર


મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, સરકારના મંત્રીઓ આર સી ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, જયેશ રાદડીયા


  • 19 ડિસેમ્બર


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મંત્રીઓ કૌશીક પટેલ, સૌરભ પટેલ, પ્રદિપસિંહ જાડેજા


  • 20 ડિસેમ્બર


રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, દમણ દીવસંઘ પ્રશાસક પ્રફૂલ પટેલ, મંત્રીઓ ગણપત વસાવા, દિલીપ ઠાકોર, ઇશ્વર પરમાર, કુંવરજી બાવળીયા, જયદ્રથસિંહ પરમાર, કિશોર કાનાણી, દંડક પંકજ દેસાઇ 


  • 21 ડિસેમ્બર


બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જવાહર ચાવડા, બચુભાઇ ખાબડ, વાસણ આહિર, વિભાવરીબેન દવે, રમણ પાટકર, યોગેશ પટેલ


  • 22 ડિસેમ્બર


રાજ્યપાલ આનંદીબેન પટેલ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિપક્ષ નેતા પરેશ ધાનાણી, મંત્રીઓ ઇશ્વરસિંહ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા