ગાંઘીનગર: ઊંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલ દ્વારા રાજીનામું આપી દેવાતા ઉંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજુનામું આપી ભાજપમાં જોડાયા હતા. જો કે આશાબેનની સાથે રહેતા કેશુભાઈએ પણ ટીકિટ માંગતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી માટે આશાબેન પટેલની સાથે રેહતા કેશુભાઇએ પણ આ બેઠક પર દાવેદારી નોધાવતા મામલો ગૂંચવાયો છે. ત્યારે નારણ પટેલનું વિરોઘી જૂથ પણ આ મામલે સ્વર્ણિમ સંકૂલ પહોચ્યું હતું. આશા પટેલ, શિવ રાવલ, કેશુભાઈ સહિતના સ્થાનિક આગેવાનો સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે પહોંચ્યા હતા.


ભાજપનો મોટો ખેલ : આ 3 દિગ્ગજોથી ‘ઓપરેશન પાટીદાર’ સફળ બનાવી શકે છે


 



નારણ ભાઇ પટેલ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે, કે આશાબેન પટેલને આ બેઠક પરથી ઉમેદવાર જાહેર ન કરવામાં આવે. ભાજપમાં ચાલી રહેલા ઉંઝા બેઠક પરના આંતરિક વિખવાદની અસર આગામી લોકસભામાં મહેસાણા બેઠક પર પણ થઇ શકે છે. આ પ્રકારના સંજોગોમાં આંતરિક વિખવાદ દૂર કરવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ગૂંચવણ દૂર કરવા માટે કેવો નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર રહેશે.