Ahmedabad News ઉદય રંજન/મૌલિક ધામેચા/અમદાવાદ : અમદાવાદમાં ઝડપથી કેફે કલ્ચર વિકસી રહ્યું છે. તેમાં પણ અમદાવાદનો પશ્ચિમ વિસ્તારનો રીંગ રોડ પર એવી સ્થિતિ છે કે, દરેક એક ઈમારત છોડીને કેફે બન્યા છે. આવામાં આ કેફેમાં રાતના અંધારામાં ધિંગાણમસ્તી ચાલતી હોય છે. ત્યારે રીંગરોડના ચર્ચિત કેફેમાં મોડી રાતે તોડફોડનો બનાવ બન્યો હતો. નશાની હાલતમાં કેટલાક નબીરાઓએ કેફેમાં તોડફોડ કરી હતી, એટલુ જ નહિ આગ પણ લગાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના એસ.પી રિંગ રોડ પર આવેલા બાપાના બગીચા નામના કેફેમાં ગુરુવારે મોડી રાતે તોડફોડનો બનાવ બન્યો હતો. બાપના બગીચા નામના કેફેમાં મોડી રાત્રે કેટલાક નબીરાઓએ બબાલ મચાવી હતી. કેફેમાં ગ્રાહકને ગાડી સરખી પાર્ક કરવાનું કહેતા મામલો બીચક્યો હતો. જેના બાદ કેટલાક શખ્સોએ કેફેમાં તોડફોડ કરી હતી. કેફેનો બધો સામાન તોડી નાંખ્યો હતો. તો કિચનમાં પણ જઈને તોડફોડ કરી હતી. સાથે જ શખ્સોએ કેફેમાં આગ પણ લગાવી હોવાનું કહેવાય છે. 


આ પણ વાંચો : 


રાણાને મારામારી કરવી મોંઘી પડી : હાઈકોર્ટે દેવાયત ખવડની જામીન અરજી ફગાવી


પાટીદાર ખેડૂતે ગજબનું દિમાગ દોડાવ્યું, સાબિત કર્યું કે ધંધો તો ગુજરાતીના લોહીમાં વહે


આ ઘટના ગુરુવારે મધરાતે 2 વાગ્યે બની હતી. જેમાં કેટલાક નબીરા રાતે 2 વાગ્યે કેફેમા આવ્યા હતા, અને પાર્કિંગ મુદ્દે બોલાચાલી થઈ હતી. તોડફોડ કરનાર લોકો નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કેફે સંચાલકોએ લગાવ્યો છે. જોકે, આ ઘટનાની જાણ બોપલ પોલીસ સ્ટેશનમાં કરવામા આવી હતી. ગઈકાલે તોડફોડ બાદ કેફે પર આજે ફાયરીંગ પણ કરાયુ હતું.


જોકે, રાતે તોડફોડ બાદ બોપલમા વહેલી સવારે કાફે પર ફાયરીંગ કરાયુ હતું. રાતે માથાકૂટ થયા બાદ વહેલી સવારે 10 લોકોએ આવીને કાફે પર બે રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. ગત મોડી રાતે કાફેમા બેસવા બાબતે માથાકૂટ થઈ હતી. ત્યારે બોપલ પોલીસે મુખ્ય આરોપી વિશ્વનાથ રઘુવંશી સહીત 5 લોકોની ધરપકડ કરી છે. બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 


અગાઉ ડ્રગ્સ મુદ્દે ચર્ચામાં આવ્યુ હતું આ કેફે 
અમદાવાદના પોશ ગણાતા સિંધુભવન રોડ પર વિસ્તારમાં પણ ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. કાફે પર બેસીને નબીરાઓને ડ્રગ્સના રવાડે ચડાવતા ત્રણ પેડલરોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા. એસજી હાઇવે પર આવેલ બાપનો બગીચો અને માહોલ કાફે પર આવતા યુવાનોને સહેલાઇથી આરોપીઓ ટાર્ગેટ બનાવતા હતા અને કાર અને બુલેટમાં આવી પોતાની ઓળખ ઉભી કરી ડ્રગ્સનું વેચાણ કરતા હતા.


આ પણ વાંચો : 


નસીબવાળી મહિલાઓના હાથમાં જ હોય છે આ શુભ નિશાન, મહારાણીની જેમ જીવે છે જીવન!


અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દહીના ભાવમાં વધારો કર્યો