અનલોક 1 નો પ્રથમ દિવસ: અમદાવાદના મુખ્ય બ્રિજ ખુલ્લા મુકાયા, તો ક્યાંક શહેરીજનોએ હટાવ્યા બેરીકેટ્સ
બ્રિજ સોમવારથી ફરી શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ બ્રિજ પર લોકોની અવર જવર સામન્ય દિવસો જેવી જ જોવા મળી રહી છે. જુના અમદાવાદ અને નવા અમદાવાદ જોડતો બ્રિજ એટલે એલિસબ્રિજ પર લોકો પોતાના નોકરી ધંધા માટે જતા નજરે પડ્યા સાથે દરેક વ્યક્તિએ માસ્ક પહેરી નજરે પડી રહ્યા છે.