Unlock-4 ગાઈડલાઈનથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો, રાજકીય પક્ષો એક્ટિવ
ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાત સરકારે અનલોક 4 (Unlock-4) ની ગાઇડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઇડ લાઇન અનુસાર ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે અનલૉક-4ની ગાઈડલાઈન (Guideline) બાદ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ નગરપાલિકા, મહાનગરપાલિકા ઉપરાંત જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણીપંચે તૈયારીઓ શરૂ કરી છે.
વડોદરામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે કોરોનાની ઝપેટમાં આવ્યા
ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી
ગુજરાતમાં નવેમ્બર માસમાં 6 મહાનગરપાલિકા, 56 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ શકે છે. કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય ચૂંટણી પંચે તો ચૂંટણી યોજવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલમાં ચૂંટણી પંચે સિમાંનકને લઈ વોર્ડની યાદી તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. આગામી ચારેક દિવસમાં જ જાહેરનામું પ્રસિદ્ધ થશે. ત્યારે બાદ રાજકીય પક્ષ કે સામાજીક આગેવાનોને જો કોઈ વાંધો હોય તે ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરી શકશે. કોરોનાની આ મહામારીના કારણે રાજ્ય ચૂંટણીપંચ ચૂંટણી પ્રક્રિયામાં ઘણા ફેરફાર કરી શકે તેવી શક્યતા છે. જેના ભાગરૂપે મતદાનના સમયમાં બે કલાકનો સમય વધારે તેવી પણ શક્યતા છે. સવારે અને સાંજે 1-1 કલાકનો સમય વધારે તેવી શક્યતા છે. સાથે જ મતદારોને મતદાન વખતે ડિસ્પોઝલ ગ્લોવ્ઝ આપવામાં આવશે. એક મતદાન કેન્દ્ર પર માત્ર 700 જેટલા જ મતદારો મતદાન કરી શકશે.
ઈતિહાસમાં પહેલીવાર આજે અંબાજીમાં ભક્તો વગર ભાદરવી પૂનમ ઉજવાશે
55 નગરપાલિકાની નવેમ્બર માસમા ચૂંટણી
હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે. આ વિશે રાજ્ય ચૂંટણી સચિવ મહેશ જોશીએ કહ્યું કે, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. કોરોનાનાં સંજોગોમાં ચૂંટણી યોજાશે, જેમા સંક્રમણ ન વધે તે માટે જરૂર પડે તો ચૂંટણીનાં સમયમાં વધારો કરવાનું વિચારવામાં આવશે. 2015નાં નવેમ્બર માસમાં સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી યોજાઈ હતી, તેની 5 વર્ષની મુદત નવેમ્વબર 2020 માં પુર્ણ થઈ રહી છે. જેની તૈયારીઓ ચૂંટણી પંચે આરંભી છે. જે મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં ભૌગોલિક વિસ્તારોમાં વધારો થયો છે અને 5 મહાનગર પાલિકાનાં વિસ્તારોમા જે વધારો થયો છે, તેમાં નવેસરથી વોર્ડ રચના કરવામાં આવશે. બેઠકોની ફાળવણી કરવામાં આવશે. જેની કામગીરી આગામી 2 થી 3 દિવસમાં કરવામાં આવશે. નવી બનેલી નગરપાલિકઓનાં સીમાંકન નક્કી કરાશે. 55 નગરપાલિકાની નવેમ્બર માસમા ચૂંટણી છે. જેમાંથી 7 નગરપાલિકાનું સીમાંકન નવું બનાવીને બેઠકો ફાળવવામાં આવશે. આ કામગીરી પુર્ણ થયાં બાદ વોર્ડ પ્રમાણે વિધાનસભાનાં મતદાન યાદી પ્રમાણે મતદાન યાદી તૈયાર કરવામાં આવશે.
ગુજરાતના મહત્વના સમાચાર :