આંશિક લોકડાઉનમાં આજથી ગુજરાતમાં ખૂલ્યા વેપારધંધા, વેપારીઓએ કહ્યું-અમને ઓક્સિજન મળ્યો
ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આજે લોકડાઉનમાં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર ઉંચા કરતા ખુશ થયા હતા. આંશિક લોકડાઉનમાં આજથી કેટલીક છૂટછાટો મળતા રાજ્યભરમાં અનેક દુકાનો આજથી ખૂલી છે. સવારે 9 થી બપોરે 3 સુધી તમામ દુકાનો ખોલવાની
મંજૂરી મળતા જ વેપારીઓમાં આવકની આશા જાગી છે. રાજય સરકારના આદેશ બાદ કેટલાક નિયંત્રણ હળવા કરાયા છે. કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થતા સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ત્યારે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે. તેમની રોજગારી પર બ્રેક લાગી હતી. તેથી વેપારીઓએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.
અમદાવાદના મોટા માર્કેટ ખૂલ્યા
આગામી 27 મે સુધી આ છૂટછાટ અમલમાં રહેશે. ત્યારે સુરત, રાજકોટ, અમદાવાદ, વડોદરામાં મોટા માર્કેટ પણ ખૂલ્યા છે. અમદાવાદનું પ્રસિદ્ધ ગાંધી રોડ પરનું ઈલેક્ટ્રોનિક બજાર ખુલ્યું છે. લાંબા સમય બાદ બજારોમાં રોનક જોવા મળી છે. સરકારના નિર્ણયથી વેપારીઓએ ખુશીખુશી દુકાનો ખોલી છે.
આ પણ વાંચો : ગુજરાતનો સૌથી મોટો મ્યુકોરમાયકોસિસ વોર્ડ ફૂલ થવાને આરે, 1000 બેડની હોસ્પિટલ બનાવવા રાજકોટ તંત્રનો નિર્ણય
વેપારીઓએ સરકારના નિર્ણયને આવકાર્યો
વડોદરામાં આજથી દુકાન અને બજારો ખૂલ્યા છે. રાવપુરા વિસ્તારમાં સવારે 9 વાગ્યાથી તમામ વેપારીઓએ દુકાનો ખોલી છે. તો પગરખાં, કપડાં, નાસ્તાની લારી, બેલ્ટ, લેડીઝ કપડાં, દરજી કામ કરતા વેપારીઓ, ફરસાણની દુકાનો સહિતના વેપારીઓએ દુકાનો ખોલી છે. વેપારીઓએ સરકારનો આભાર માન્યો, અને હવે આવી જ રીતે
ધંધો રોજગાર ચાલુ રાખવા દેવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ પગરખાના વેપારી ભરતભાઈએ કહ્યું કે, સરકારે ધંધો રોજગાર શરૂ કરવાની મંજૂરી આપી વેપારીઓને ઓક્સિજન પૂરો પાડ્યો છે. અમે વેપારીઓ તમામ નિયમોનું પાલન કરી ધંધો રોજગાર કરશે.
આ પણ વાંચો : અમદાવાદમાં આ 2 હોસ્પિટલમાં મળશે મ્યુકોરમાઈકોસિસના ઈન્જેક્શન
સરકારે આપી છૂટ
ઉલ્લેખનીય છે કે, સરકારે 8 મહાનગરો સહિત 36 શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ ૭ દિવસો માટે અમલમાં રહેશે તેવી જાહેરાત કરી છે. સાથે જ 36 શહેરોમાં દુકાનો, રેસ્ટોરન્ટ, લારી ગલ્લાઓ, શોપીંગ કોમ્પ્લેક્ષ, માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલુન, બ્યુટીપાર્લર તેમજ અન્ય વ્યાપારીક ગતિવિધિઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે તેવી છૂટ આપી છે. 36 શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
આ પણ વાંચો : તૌકતેથી બદલાયેલા વાતાવરણથી સાચવજો, એક બીમારી કાઢતા શરીરમાં ક્યાંક બીજી ન ઘૂસી જાય...
ધોરાજીનું માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું
રાજકોટ જિલ્લાના ધોરાજીનું માર્કેટિંગ યાર્ડ આજથી ધમધમી ઉઠ્યું છે. સરકારની કોરોના અંગેની ગાઈડલાઇનના પાલન સાથે આજથી માર્કેટિંગ યાર્ડ શરૂ કરાયું છે. 25 દિવસ સુધી કોરોનાની મહામારીને કારણે બંધ રહેલ ધોરાજી માર્કેટિંગ યાર્ડ આજથી ફરી ધમધમી ઉઠ્યું છે. ફરી માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં ખેડૂતો અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી. ત્યારે ઘઉં, ધાણા અને જીરૂ સહિત ઉનાળુ મગફળી સહિતના પાકોની આવક થશે.