બિભસ્ત માગણીઓ સાથેના મહિલા તબીબના પેમ્ફલેટ થયા ફરતા, નોંધાઇ પોલીસ ફરિયાદ
અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક મહિલા ડોક્ટરને બીભત્સ માંગણી કરતા અનેક ફોન કોલ્સ આવતા આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા કોલ ગર્લ હોવાના લખાણ દર્શાવતા પેમ્પ્લેટ ફરતા કરી તેને અજાણ્યા શખ્સે બદનામ કરવાનો પ્રયાસ કરાતા હાલ આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે મહિલા ડોકટરના જુના ક્લિનિક પર આ પ્રકારનાં બીભત્સ માંગણી કરતા પેમ્પ્લેટ ફરતા કરવામાં આવતા મહિલાને હકીકતની જાણ થઇ હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારની એક મહિલા ડોક્ટરને બીભત્સ માંગણી કરતા અનેક ફોન કોલ્સ આવતા આખરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા કોલ ગર્લ હોવાના લખાણ દર્શાવતા પેમ્પ્લેટ ફરતા કરી તેને અજાણ્યા શખ્સે બદનામ કરવાનો પ્રયાસ કરાતા હાલ આ અંગે ચાંદખેડા પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે મહિલા ડોકટરના જુના ક્લિનિક પર આ પ્રકારનાં બીભત્સ માંગણી કરતા પેમ્પ્લેટ ફરતા કરવામાં આવતા મહિલાને હકીકતની જાણ થઇ હતી.
મહિલાને બે દિવસ પહેલા રાતે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને બીભત્સ માગણી કરવામાં આવી. જો કે અજાણ્યો નબર હોવાથી મહિલાએ ફોન કાપી નાખ્યો હતો. બાદમાં બેથી ત્રણ અલગ અલગ નંબર પરથી બીભત્સ માંગણીઓ કરતા ફોન પણ આવ્યા હતા. જ્યારે થોડા સમય બાદ આ મહિલાને તેના જૂના ક્લિનિક પાસેના એક દુકાનદારને પણ મહિલાનાં નામનાં પેમ્ફલેટ મળ્યા હતા. તે અગેની જાણ થતા આ કૃત્ય કોઈ યુવક કરી રહ્યો હોવાનું હકીકત સામે આવી હતી.
દેત્રોજ: જાહેરમાં જૂની અદાવત રાખી એક વ્યક્તિની હત્યા, પરિવારે કર્યો ચોંકાવનારો આક્ષેપ
ઉલ્લેખનીય છે કે, મહિલાનું અગાઉ જ્યાં ક્લિનિક ત્યાંથી આ પ્રકારનાં પેમ્ફલેટ મળી આવ્યા જેમાં મહિલાનું ,મોબાઈલ નંબર અને બીભત્સ લખાણ સાથેના પેમ્પ્લેટ હતા. બાદમાં અંગે મહિલાએ તેમના સસરાને આ હકીકતની જાણ કરતા પોલીસને ફરિયાદ કરી હતી. મહિલા સાથે બનેલી આ ઘટના વુમન્સ ડે બાદ બની હતી. જોકે એક તરફ શહેર પોલીસ મહિલાઓને પ્રાધાન્ય આપવા માટે અવનવા કાર્યક્રમો કરી રહી સુરક્ષીત રહેવા સૂચનો કરી રહી છે. પણ ભોગ બનેલી આ મહિલાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કડવો અનુભવ થયો હતો.
પહેલા તો મહિલાના સસરા હકીકત લઈ ચાંદખેડા પોલીસ સ્ટેશન ગયા તો ત્યાં મહિલાને લગતી ઘટના હોવાનું કહી મહિલા પોલીસસ્ટેશન મોકલી આપવામાં આવ્યા હતા. ત્યાં ગયા તો મહિલા પોલીસે સાયબર ક્રાઇમ હોવાનું કહી તગેડી મૂક્યા હતા. સાયબર ક્રાઇમે પણ ફરિયાદ ન લીધી. અને આખરે યુવતીના પરિવારજનોએ સીધો શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો. આખરે કમિશનરના આદેશ બાદ ચાંદખેડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે પુરાવા માટે મહિલાને મળેલા પેમ્ફલેટ ભેગા કરી તપાસ શરૂ કરી છે. પણ આ મહિલાને ભૂતકાળમાં કોઇ યુવક સાથે દુશ્મનાવટ હતી કે, અન્ય કોઇ સંબંધ હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.