Weather Update: છેલ્લા કેટલાય દિવસોથી કમોસમી વરસાદ ગુજરાતને ધમરોળી રહ્યો છે. ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે. વધુ એક ચિંતાજનક વાત એ છે કે હજુ પણ 2 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પવન સાથે વરસાદ વરસે તેવું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
કમોસમી વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, જામનગર, રાજકોટ વગેરે વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત બનાસકાંઠા, અરવલ્લી અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદની આગાહી છે. પવન અને થંડર સ્ટ્રોમ સાથે વરસાદ વરસી શકે છે. 


ગુજરાત હાઈકોર્ટને મળ્યા બે નવા જજ: કુલ સંખ્યા 31 પર પહોંચી,જુઓ કોના નામોની થઈ પસંદગી


આ હકીકત જાણી લેજો! કેરીના રસિયાઓ…વાટે રેજો, આ વર્ષે ક્યારે અને શું ભાવે મળશે કેરી?


છેલ્લા શબ્દો...તમને રોવડાવી દેશે! ફાઇનાન્સરે આપઘાત પહેલા લખેલી ચિઠ્ઠી એ ખોલ્યા રાઝ


રાજકોટના ઉપલેટામાં વાતાવરણમાં પલટો
બીજી બાજુ રાજકોટના ઉપલેટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉપલેટા શહેર અને ગ્રામ્ય પંથકમાં હળવો વરસાદ જોવા મળ્યો છે. વાતાવરણમાં પલટો આવતા જગતના તાત ચિંતામાં મૂકાયા છે. ઘઉં, ધાણા, તલ અને જીરૂના પાકને નુકસાન થાય તેવી ભીતિ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube