ઝી બ્યૂરો અમદાવાદઃ રાજ્યમાં શિયાળીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે. ધીમે-ધીમે ઠંડી વધી રહી છે. પરંતુ આ વચ્ચે ત્રણ દિવસ રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. વલસાડ અને નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 14 ડિસેમ્બરે ભાવનગરમાં પણ માવઠાની આહાગી કરવામાં આવી છે. રાજ્યમાં માવઠાની સાથે ઠંડીનું જોર પણ વધવાનું છે. માવઠાની આગાહી વચ્ચે ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં ત્રણ દિવસ માવઠાની આગાહી
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 12થી 14 ડિસેમ્બર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારીમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 14 ડિસેમ્બરે ભાવનગર સહિતની આસપાસના વિસ્તારમાં પણ માવઠાની અસર જોવા મળી શકે છે. ઉત્તર-પૂર્વીય પવનને કારણે રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાનું છે. રાજ્યમાં 5 દિવસ બાદ ઠંડીની ચમકારામાં વધારો થશે. 


આ પણ વાંચોઃ ગુજરાતની નવી સરકારમાં કનુભાઈ દેસાઈ સૌથી વરિષ્ઠ, હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રી


વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વલસાડ જિલ્લામાં ઠંડીમાં પણ વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ડાંગ જિલ્લાના આહવામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ડાંગ જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. કેટલાક ગામડાઓમાં વરસાદ પણ શરૂ થયો છે. આહવામાં વરસાદને કારણે રસ્તા પર પાણી જોવા મળ્યું છે. કમોસમી વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન જવાની શક્યતાથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube