ગાંધીનગરઃ હવામાનમાં સતત ફેરફાર થઈ રહ્યાં છે. જેના કારણે ઠંડી અને ગરમીની સીઝનમાં પણ વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં આ દિવસોમાં ભારે ગરમી પડી રહી છે. પરંતુ કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ સામે આવ્યું છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી વરસાદની આગાહી
ગુજરાતના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 25થી 28 એપ્રિલ સુધી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદમાં બે દિવસ યલો એલર્ટની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના હવામાન પર અસર પડવાની છે. 26 એપ્રિલે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ પડી શકે છે. 


આ પણ વાંચોઃ Rajkot: CM ભૂપેન્દ્ર પટેલે જ્યાં સફાઈ કરી તે બાલાજી મંદિર સામે હાઈકોર્ટમાં થઈ PIL


ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક વિજીનલાલે આગામી પાંચ દિવસની આગાહી કરજા ણાવ્યું કે, રાજ્યમાં 26 એપ્રિલથી વરસાદ થઈ શકે છે. એટલે કે 26, 27 અને 28 એપ્રિલ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની સાથે થન્ડરસ્ટ્રોમ જોવા મળી શકે છે. 


રાજ્યના હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા કાચા મકાનો અને ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ પ્રમાણે કાચા મકાનોને નુકસાન થઈ શકે છે. તેમણે લોકોને માવઠા દરમિયાન ઘરના બારી-દરવાજા બંધ રાખવાની પણ સલાહ આપી છે. 


આ પણ વાંચોઃ આમાં કેમ ભણશે ગુજરાત? રાજકોટ જિલ્લામાં 19 હજાર વિદ્યાર્થીઓએ સ્કૂલ છોડી!


ગરમીનો પારો નીચો આવશે
હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં બે દિવસ ગરમી પડશે. ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તાપમાન નીચુ જશે. એટલે કે જ્યારે કમોસમી વરસાદ પડશે તો લોકોને ગરમીથી થોડી રાહત મળી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube