ઉદય રંજન/અમદાવાદ: ગુજરાત રાજ્ય મહિલાઓ માટે આમ તો સલામત કહેવાય છે. પણ અમદાવાદમાં છેલ્લાં 24 કલાકમાં મહિલાની છેડતીની ત્રણ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેર પોલીસ સતત પેટ્રોલીંગ કરતી હોવાનો દાવો કરાય છે ત્યારે અસામાજીક તત્વો યુવતીઓની સરેઆમ છેડતી કરતા હોય છે. સોલા અને વસ્ત્રાપુર બાદ નવરંગપુરામાં છેડતીની ફરિયાદ નોંધાઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થલતેજમાં 17 વર્ષીય સગીરાની છેડતી 
અમદાવાદનાં થલતેજ વિસ્તારમાં ગઇ કાલે સગીરા સાથે છેડતીની ઘટના બની હતી. જેમાં 17 વર્ષીય સગીરા વહેલી સવારે મોર્નિંગ વોક માંટે નીકળી હતી તે સમયે પાછળથી બાઈક લઈને આવેલો શખ્શ યુવતીના છાતીનાં ભાગે હાથ નાખી શારીરિક અડપલાં કરી ફરાર થઇ ગયો હતો, આ સમગ્ર ધટનાં સોસાયટીનાં સીસીટીવીમાં કેદ થઇ હતી..સીસીટીવીમાં બાઈક નંબર દેખાતા પોલીસે ફૂટેજના આધારે યુવકની ધરપકડ જેલહવાલે કર્યો છે.


બૂટ-પેન્ટ ગુપ્ત ખાના બનાવીને સોનુ છુપાવ્યું હતું, અમદાવાદ એરપોર્ટ પર ઉઘાડી પડી પોલ


વસ્ત્રાપુરમાં પણ સગીરાની થઇ છેડતી
થલતેજની ઘટના શાંત થાય તે પહેલા જ વસ્ત્રાપુરમાં પણ સગીરા દ્વારા છેડતીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સોશિયલ મીડિયા દ્વારા યુવક અને સગીરા સંપર્કમાં આવ્યા હતા અને યુવકે સગીરાનાં ઘરે એંકાતનાં સમયે ગયો હતો અને યુવતીને અલગ અલગ જગ્યાઓએ ફેરવી હતી. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને રુત્વીક ગઢવી નામનાં આરોપી યુવકને ઝડપી પાડ્યો છે, અને વધુ પુછપરછ હાથ ધરી છે.



નવરંગપુરામાં ઓફિસમાં મહિલાની થઇ છેડતી
નવરંગપુરમાં આવેલી એક ખાનગી કંપનીમાં કામ કરતી યુવતીને કંપનીમાં જ કામ કરતા કર્મચારીઓ દ્વારા છેડતી કરાઇ હોવાની ફરિયાદ નોંધાઇ છે, યુવતીનાં ઓફિસનાં જ બ્રાંચ મેનેજર દ્વારા મેસેજ કરીને ઓફિસમાં બેસી રહેવા રહેવા જણાવાયુ હતુ આ મામલે યુવતી દ્વારા બ્રાંચ મેનેજર અને મહિલા કર્મી સામે છેડતીમાં મદદ કરવા અંગે ફરિયાદ કરતા નવરંગપુરા પોલીસે ઉપકારસિંહ ગીલ નામનાં આરોપી તેમજ મહિલાની ધરપકડ કરી વધુ પુછપરછ કરી છે..અમદાવાદમાં 24 કલાકમાં છેડતીની ત્રણ ઘટના બનતા શહેરમાં ચકચાર મચી છે