ભરત ચુડાસમા/ભરૂચ: મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેક ફેસબુક આઇડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.; એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઇડી બનાવી અસ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ધરપકડ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોબાઈલ ફોનની મદદથી અલગ અલગ નેટવર્કમાં તેણે ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી યુવતીના નામે અશ્લીલ ફોટા અને બીભત્સ કોમેન્ટ કરી હતી. માર્ચ 2018માં બનાવાયેલ આ એકાઉન્ટ ઓપરેટ કરનારને યુવતી શોધી રહી હતી. પરંતુ તેને સફળતા મળી ન હતી.


એશિયાના સૌથી મોટા રોપવે પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં શરૂ, હેલીકૉપટરથી કામ શરૂ


આખરે યુવતીએ નવેમ્બર 2018માં પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ટ્રેકિંગ દરમિયાન facebook એકાઉન્ટ ભુજમાંથી ઓપરેટ થતું હોવાની માહિતી મળી હતી. ભરૂચ સાઇબર સેલની ટીમ ભુજના મોટા રેહા ગામ પહોંચી હતી. અને તે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.