યુપી છે કે ગુજરાત? મને તે અટકાવ્યો જ કેમ તેમ કહીને આખી પોલીસ ચોકી સળગાવી દીધી
શહેરમાં પોલીસ હવે હોય કે ન હોય ગુનેગારોને કોઇ ફરક નથી પડતો. સુરતમાં પોલીસનો કોઇ જ ખોફ નથી રહ્યો. અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. રોજ મનફાવે તેમ વર્તે છે. ક્યારેક જાહેરમાં બર્થડે ઉજવવો, ક્યારેક બળાત્કાર, હત્યા, છેડતી જેવા તમામ ગુનાઓ રોજેરોજ સુરતમાં ઘટે છે. જાહેરમાં હત્યાઓ કરવી તો સુરત માટે સામાન્ય બાબત બની ગઇ છે. તેવામાં પોલીસ અને તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આજે સુરતમાં ગાડી અટકાવવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી હતી.
સુરત : શહેરમાં પોલીસ હવે હોય કે ન હોય ગુનેગારોને કોઇ ફરક નથી પડતો. સુરતમાં પોલીસનો કોઇ જ ખોફ નથી રહ્યો. અસામાજીક તત્વો બેખોફ બન્યા છે. રોજ મનફાવે તેમ વર્તે છે. ક્યારેક જાહેરમાં બર્થડે ઉજવવો, ક્યારેક બળાત્કાર, હત્યા, છેડતી જેવા તમામ ગુનાઓ રોજેરોજ સુરતમાં ઘટે છે. જાહેરમાં હત્યાઓ કરવી તો સુરત માટે સામાન્ય બાબત બની ગઇ છે. તેવામાં પોલીસ અને તેની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હદ તો ત્યારે થઇ જ્યારે આજે સુરતમાં ગાડી અટકાવવા જેવી સામાન્ય બાબતે બે લોકોએ આખી પોલીસ ચોકી સળગાવી દીધી હતી.
સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ ટ્રાફિક પોલીસ ચોકીને સળગાવવાનો પ્રયાસ કેટલાક અસામાજીક તત્વો દ્વારા કરવામાં આવ્યો હતો. બીઆરટીએસ બસના ચાલક સાથે માથાકૂટ કરતા બે શખ્સોએ કારસ્તાન આચર્યું હતું. બસ ચાલક સાથે માથાકૂટ કરી રહેલા બન્ને શખ્સોને ટ્રાફિક પોલીસ દ્વારા બે તમાચા ઝીંકિ દેવામાં આવ્યા હતા. જેની અદાવત રાખી મોડી રાત્રિ દરમિયાન ટ્રાફિક પોલીસ ચોકી પર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આગ વધારે ભયાનક થાય તે પહેલા જ નાઇટ ડ્યુટીમાં રહેલા ટીઆરબી જવાનોએ પાણી દ્વારા આગને કાબુમાં લીધી હતી.
GUJARAT CORONA UPDATE: નવા 20 કેસ, 28 દર્દી રિકવર થયા, એક પણ મોત નહી
નાઈટ ડ્યુટી માં રહેલા ટીઆરબી ના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. બંને શખ્સો વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. હાલ તો એક સગીર સહિત બે લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આરોપી સની ગુલામ મોરે અને સગીર વયના આરોપી દ્વારા ચોકીને ફૂંકી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube