ઝી બ્યુરો/અમદાવાદ: ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા મેળવનાર માફિયા અતીક અહેમદને પોલીસ કાફલો અમદાવાદની સાબરમતી જેલમાં પરત લાવી રહ્યો છે. અતીક અહેમદને પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાંથી લઈને ત્રણ વાહનોનો કાફલો ગુજરાતની સાબરમતી જેલ આવી ચૂક્યો છે. આ સાથે જ યુપી પોલીસ અતીકને લઈને અમદાવાદ ખાતે પહોંચતા તંત્રએ હાશકારો લીધો છે અને ગેંગસ્ટર હવે અમદાવાદની સાબરમતી જેલમાં રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus: ગુજરાતમાં કાતિલ કોરોનાએ સ્પીડ પકડી! છેલ્લા 24 કલાકમાં નોંધાયા અધધ..કેસ


ગેંગસ્ટરમાંથી માફિયા અને પછી રાજનેતા બનેલા અતીક અહેમદને મંગળવારે (28 માર્ચ) ઉમેશ પાલ અપહરણ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. અપહરણના ગુનામાં દોષિત જાહેર થયા બાદ અતીકને સાબરમતી જેલમાં પરત લાવવામાં આવ્યો છે. હવે અતીકને સાબરમતી જેલમાં જ રાખવામાં આવશે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો છે. 


OMG! થાઈલેન્ડની મહિલા અને યુવક કઢંગી હાલતમાં ઝડપાયા; રૂમમાં કોન્ડોમના ઢગલા, અને પછી.


અત્રે ઉલ્લેખનીય છે કે, 26 માર્ચના રોજ અતીક અહેમદને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવ્યો હતો. અમદાવાદની સાબરમતી જેલથી અતિક અહેમદને UP લઈ જવા માટે 45 પોલીસ જવાનોની ટીમ આવી હતી અને તેને લઈ ગઈ હતી.


કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પૂર્ણ; દાદાની 54 ફૂટની મહાકાય મૂર્તિ તૈયાર, જાણો ખાસિયતો


શું છે સમગ્ર કેસ? 
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં ગઈકાલે (મંગળવાર) પ્રયાગરાજની કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે અતીક અહેમદ સહિત 3 આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક ઉપરાંત હનીફ, દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા હતા. જ્યારે અતીકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા.