ઝી બ્યુરો/જામનગર: હવે ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર ચાલશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુલડોઝર બાબા તરીકે જાણિતા છે. સમાજને નુકસાન પહોંચાડનારા અને સમાજનું લૂટનારા લોકોની મિલકત પર યોગીનું બુલડોઝર ફરી વળે છે તેવી અનેક ઘટનાઓ તમે સાંભળી હશે. પરંતુ ગુજરાતમાં પણ દાદાનું બુલડોઝર અપરાધીઓના ઘર પર ફરી રહ્યું છે. ગરીબોનું હડફ કરી લેતા ખ્યાતનામ ગુનેગારોને આઈનો બતાવવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. જામનગરમાં એક અપરાધીના કરોડોના ગેરકાયદે બંગલા પર દાદાનું બુલડોઝર એવું ફર્યું કે તે જમીનદોસ્ત થઈ ગયો.


  • અપરાધીઓ શાનમાં સમજી જજો

  • 'દાદા'ના ગુજરાતમાં થશે આવી દશા

  • યોગીની સ્ટાઈલમાં દાદાની કાર્યવાહી 

  • ગરીબોનું લૂટનારા અપરાધી નહીં બચે!

  • હડફ કરેલી ગેરકાયદે મિલકત પર ફર્યું બુલડોઝર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવી કાર્યવાહી કરવા માટે જાણીતા છે. જે પણ ગુનેગાર હોય અને તેણે ગેરકાયદે મિલકતો હડફ કરી હોય તો તેની મિલકત પર યોગી બાબાનું બુલેડોઝર ફરી વળે છે. પરંતુ હવે દાદાનું પણ બુલડોઝર ગુજરાતમાં આવી ગયું છે. દાદા ગુજરાતમાં યોગી સ્ટાઈલથી કાર્યવાહી કરી રહ્યા છે જેના કારણે ગુનેગારો ફફડી ઉઠ્યા છે. આ દ્રશ્યો છે સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા જામનગરના...જામસાહેબની આ નગરીમાં છેલ્લા ઘણા સમયથી એક અપરાધીએ માઝા મુકી હતી. લૂંટ, હત્યા, મારામારી, લેન્ડ ગ્રેબિંગ સહિતના અનેક ગુના તેની સામે નોંધાયેલા હતા. ગરીબોની જમીન પડાવી તેની ઉપર પોતાની ગેરકાયદે મિલકત ઉભી કરી દેતા આ અપરાધીને દાદાના તંત્રએ બરાબર પાઠ ભણાવ્યો. કુખ્યાત ગુનેગાર રજાક સાઈચાના 2 બંગલા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું.


8 માર્ચના દિવસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જામનગરનું તંત્ર રજાક સાઈચાના ઘરે પહોંચ્યું હતું. સાઈચાએ લોકોને લૂંટી જે મિલકત ઉભી કરી હતી તેને જમીનદોસ્ત કરી દેવાઈ....સાઈચાએ સરકારી જમીન હડફ કરી તેના પર બાંધકામ કર્યું હતું. જેને તોડી પાડીને જમીન ખાલી કરાવી દેવામાં આવી અને જમીનનો કબજો લઈ લેવામાં આવ્યો. સાથે જ બેડી વિસ્તારમાં કરવામાં આવેલી આ કાર્યવાહીનો તમામ ખર્ચ પણ આ અપરાધી પાસેથી વસુલવામાં આવશે. 


  • ગુનેગારો પર ફરી વળ્યું 'દાદા'નું બુલડોઝર

  • કુખ્યાત અપરાધીને દ્વાર પહોંચ્યું બુલડોઝર

  • લોકોને લૂંટીને બનાવી મિલકત જમીનદોસ્ત

  • રજાક સાયચા સામે છે અનેક ગુના નોંધાયેલા

  • યોગીની સ્ટાઈલમાં દાદાની કાર્યવાહી 

  • હડફ કરેલી ગેરકાયદે મિલકત પર ફર્યું બુલડોઝર


સાઈચા સામે જામનગર અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ગુના નોંધાયેલા છે. વિસ્તારમાં તેનો આતંક એટલો છે કે તેની સામે કોઈ કંઈ બોલવા તૈયાર નહતું. મનફાવે તેમ આ ગુનેગાર પોતાનું ધાર્યું કરાવતો હતો. અને તેના કારણે અપરાધની દુનિયામાં તેણે પોતાનો એક્કો જમાવી દીધો હતો. પરંતુ દાદાના બુલડોઝરની આ કાર્યવાહીથી તેની બધી હેકડી નીકળી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવા કોઈ અપરાધીને છોડવામાં નહીં આવે. લોકોને લૂંટનારા સામે આવી જ કાર્યાવાહી કરવામાં આવશે. 


જામનગરમાં અપરાધની દુનિયામાં ખૌફની દુનિયામાં બીજુ નામ બની ગયેલા રજાક સાયચા કોણ છે તે પણ તમે જાણી લો...ગેંગસ્ટર અને ભૂમાફિયા છે રજાક સાયચા, સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી દેતો હતો. શહેરની એક શિક્ષિકાના આપઘાતના કેસમાં હાલ જેલમાં બંધ છે. રજાક સામે મારામારી, હત્યાનો પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ, રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો, મકાનો પચાવી પાડવા, જુગાર, પ્રોહિબીશન સહિતના 50થી વધુ ગુના નોંધાયેલા છે. 


કોણ છે ગુનેગાર રજાક સાયચા?


  • ગેંગસ્ટર અને ભૂમાફિયા છે સાયચા

  • સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે બાંધકામ કરતો

  • એક શિક્ષિકાના આપઘાતના કેસમાં હાલ જેલમાં બંધ

  • મારામારી, હત્યાનો પ્રયાસ, લેન્ડ ગ્રેબિંગ

  • રાયોટિંગ, વ્યાજ વટાવ, સરકારી કર્મચારી પર હુમલો

  • મકાનો પચાવી પાડવા, જુગાર, પ્રોહિબીશન સહિતના 50થી વધુ ગુના


કુખ્યાત અપરાધી સામે કરવામાં આવેલી આ કાર્યવાહીથી શહેરીજનોમાં આનંદ પ્રસરી ગયો છે. શહેરના નાગરિકો પોલીસ અને વહીવટી તંત્રની કામગીરીને વખાણી રહ્યા છે. ગુનેગારો સામે આવી કાર્યવાહી થતી જ રહેવી જોઈએ. કારણ કે ગુનેગારો સમાજના દુશ્મન હોય છે. અને આવા દુશ્મનોને સળિયા પાછળ જ રાખવા જોઈએ.